Mysamachar.in-જામનગર:
જામનગર જિલ્લાના એક તલાટીના કારસ્તાનના પર્દાફાશની ઘડીઓ ગણાય છે, તેમજ તેના કારસ્તાન માથે ઢાંકપીછોડો કરનાર ઉપર પણ તવાઇના સંકેત મળી રહ્યા છે, તમામ બાબતો ને જિલ્લાની ઓથોરીટી સમક્ષ સમગ્ર બાબત જાણનાર (વિગતો પૂરી પાડે) તેટલુ જ છેટુ છે એટલે કે આપણે કઇએ તેમ વેંત એકનુ છેટુ છે,
સરકારી વિભાગોના અમુક કર્મચારીઓ કે અધિકારીઓ ટુંકા ગાળામા ઝડપી "લાભ"(પ્રકાર ઘણા છે ફાયદાના) લેવાના માહિર હોય છે, તેમાય રેવન્યુના તો અમુક કર્મચારીઓ ઉપરીની પણ આખમા ધુળ નાંખવામા માહિર હોય છે, અનેક આવી નાની-મોટી બાબતો અમુક ગંભીર કે જેમા કર્મચારી ઉપર તપાસ બેસે સસ્પેન્ડ થાય કે એસીબી નો કેસ થાય વગેરે ઘણુ થઇ શકે તેવા કારસ્તાનો પણ થાય તે સ્વાભાવિક છે, તેમા કોઇ નિવૃત થયેલા હોય તો પણ તપાસમાંથી મુક્તિ મળતી નથી ખાસ કરીને થાબણ ભાણા કરનાર કે ઢાંકપિછોડો કરનાર નિવૃત થયેલા કર્મચારીઓ અધીકારીઓમાં થી અમુકમા આ બાબતે ફફડાટ પેસે તેવુ વાતાવરણ ઘણા સમય થી બન્યુ પણ છે,
વાત જાણે એમ છે કે સાવ જુનિયર કર્મચારીએ શહેર કક્ષાએ આવેલી સરકારના ખુબ મહત્વના વિભાગની ગ્રામ્ય કચેરીમા તલાટી તરીકે નોકરી વખતે ( જે ભાઇ હાલ જિલ્લા કક્ષાથી નજીક ના તાલુકા મથકે નોકરી કરે છે )તેના તરતના ઉપરી અધીકારીની એક સરકારી ડોક્યુમેન્ટમા પોતે સહિ કરી નાંખી થોડો સમય પણ થઇ ગયો આ કારસ્તાન ને , કારસ્તાન એટલે કે બીજાની સહિ કંઇ ફાયદા વગર તો કરી ન હોય તે સ્વાભાવિક છે,
આ તો થયુ તેના તરત ના ઉપરી તે પછીના ઉપરી તે પછીના પણ ઉપરી સૌ એ ઢાંકપિછોડા કરી આ અતિશય ગંભીર ગેરરીતી દબાવી દીધી કઇ કિંમતે દબાવી હશે તે સમજી શકાય કેમકે ઉપરી માંથી અમુક દરેક શોખ અને ટેવ પણ ધરાવે છે, સમગ્ર પ્રકરણ આમ તો દીવા જેવુ સ્પષ્ટ છે પરંતુ સુત્રો હજુ વિગત એકત્ર કરે છે, અને આવા કે આ પ્રકારની ગેરરીતી કરનાર બીજા અમુક છે, અમુક જુથ પણ છે અમુક કિનારે બેસી તમાશો ય જુએ છે, અમુક બિલાડીની જેમ "દૂધ" પી ને કોઇ જનાર નથી તેમ માને છે, અમુક ખોટે ખોટા રોદણા રોઇ ચીટકેલા રહે કે મનગમતીજગ્યાએ જાય છે આ તમામ બાબતો વચ્ચે હાલ તો આ એક તલાટી નુ કારસ્તાન તલાટીવર્તુળોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.