રસ્તે રઝળતા પશુઓ લોકોનો ભોગ લે છે,તંત્ર શરમ જેવું છે કે નથી..

જામનગર અને દ્વારકાની ઘટના...

રસ્તે રઝળતા પશુઓ લોકોનો ભોગ લે છે,તંત્ર શરમ જેવું છે કે નથી..

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર શહેરમા કમિશ્નર સાહેબે તાજેતરમાં જ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું કે હવે જો રસ્તે રઝળતા પશુઓને હડફેટ કોઈનું મોત થશે તો તે પશુમાલિક સામે ૩૦૪ મુજબ ગુન્હો નોંધાવવામાં આવશે,એ જાહેરનામાં ને ગણતરીના જ દિવસો થયા હશે ત્યાં જ સાંઢિયાપુલ નજીક પોતાની દીકરીને સ્કુલે મુકવા જઈ રહેલા દિનેશ ટાંક નામના યુવકની બાઈક આડે રસ્તે રઝળતું પશુ ઉતરતા તેને ગંભીર ઇજાઓ પહોચવાથી તેનું મોત નિપજ્યાની ઘટના સામે આવી છે,

જયારે હજારો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા લઈને આવે છે,તે દ્વારકામા પણ પશુઓનો ત્રાસ કાઈ કમ નથી,અને નગરપાલિકા નું તંત્ર શું કરતુ હશે તે તો તેને જ ખબર...એવામાં થોડા દિવસો પૂર્વે સુરતના ડભોલીના ભાવિક મધુબેન ઘસડીયા દ્વારાકા મંદિરે દર્શનાર્થે આવેલા તે દરમિયાન ત્યાં આખલાએ તેને અડફેટ લેતા તેવોને ગંભીર ઇજાઓ પહોચી હતી,જેથી મધુબેનને પ્રથમ દ્વારકા સિવિલ હોસ્પિટલ અને વધુ સારવાર માટે શારદા હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,પણ અંતે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનું જાહેર થયું છે.