કોર્પોરેશનના ઢોરના ડબ્બામાંથી મરેલા પશુ ક્યા જાય છે.?

ઓડીટ અંધારામાં..

કોર્પોરેશનના ઢોરના ડબ્બામાંથી મરેલા પશુ ક્યા જાય છે.?

Mysamachar.in-જામનગર:

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મોટાભાગના વિભાગો ઓડીટ માટે પુરતી વિગતો આપતા જ નથી,રૂ.૭૦૦ કરોડ જેટલા કદનું બજેટ ધરાવતા કોર્પોરેશનના અમુક વિભાગ તો આવક અને જાવક છુપાવવામાં વધુ પંકાયેલા છે,કાં તો હિસાબ જ રજુ નકરે અને કાં તો અધુરા જવાબ આપે બાદમા ઓડીટ ક્વેરી,પેરા આવે તો પણ દાદ ન દે,ખુબી એ છે કે કોઇ કમિશનર કે કોઇ ચેરમેન પારદર્શિતાની ફરજ પાડી શક્યુ નથી,કેમ કે ઢોરના ડબ્બા સહિત અનેક વિભાગની ઘોર અને શંકા પ્રેરક બેદરકારી માત્ર છેલ્લા ઓડીટ રિપોર્ટ ઉપરથી બહાર આવે છે,એવુ નથી દરેક ઓડીટ રિપોર્ટમા ખુબ ગંભીર બાબતો સામે આવે છે,

ખુબ પંકાયેલા એવા ઢોરના ડબ્બા જેમા વર્ષે ૭૫ લાખનુ ચારાનુ બજેટ છે,અને ૧૫ લાખનુ ટ્રાન્સોર્ટેશન ખર્ચ છે,એક તો તેનુ કંઇ જસ્ટીફીકેશન નથી કેમ કે ઘાસ"આખલા" ચરી જાય બાદમા હિસાબ કેમ મળે?તેવી જ બાબત દંડની છે તે રકમ દરેક કિસ્સામા વસુલાય છે,અને જમા થાય છે કે નહી તે અંગે અમુક લોકો સવાલ ઉઠાવે છે,ત્યા વળી છેલ્લા ઓડીટ રિપોર્ટમા મરેલા ઢોરનો પ્રશ્ર્ન ઉઠ્યો છે,

ઓડીટરે પુછ્યુ કે દંડની આવક દર્શાવી,છાણ-ખાતર ની આવક દર્શાવી તો મરેલા ઢોરની આવક અને અન્ય આવક નીલ કેમ દર્શાવાય છે?તો મરેલા ઢોરનો નિકાલ કેવી રીતે થાય છે?જે અંગે આધાર સાથે ખરાઇ કરાવી જવી.તેવી જ રીતે હરરાજીથી કંઇ વેંચાણ કર્યુ હોય તો તેની વિગતો પણ આપવી.આ તમામ બાબતોના રેકર્ડ રજુ કરવા ઓડિટ વિભાગે લગત વિભાગને આદેશ કર્યો છે.