રૂપિયા 2 કરોડ થી વધુ નું આંધણ ક્યા કર્યુ?

ઓડીટે લાઇટ શાખા પાસે માંગી વિગતો..

રૂપિયા 2 કરોડ થી વધુ નું આંધણ ક્યા કર્યુ?

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલીકા જંગી નાણાના ખર્ચ જુદા-જુદા વિભાગો માટે  કરે એ કંઇ નવી બાબત જ નથી,લોકોની સુવિધા થાય કે ન થાય ખર્ચ ચાલુ જ રહે છે,અને એ ખર્ચની સંપુર્ણ વિગતો નાગરિકો સમક્ષ જાહેર ન કરે પરંતુ તેના જ ઓડીટ વિભાગને પણ પુરી વિગત અપાતી નથી.માટે એક પ્રકરણમા ઓડીટે દોઢ કરોડના ખર્ચની વિસ્તૃત વિગત માંગી છે જો કે વિગતો સમયમર્યાદામા પુરી પાડવામા આવી નથી.

ઓડીટમા રજુ કરાયા મુજબ દરેક વોર્ડના જુદા વિસ્તારોમા અંદાજે(!!!!!) ૮હજાર મીટર વાયર ગાળા ખેંચવાનુ કુલ ૬,૫૨,૭૦૧નુ ખર્ચ,સભ્યોની ડીમાન્ડ મુજબ PSC પોલ ઉભા કરવાનુ ખર્ચ રૂ.૨,૩૪,૮૬૫,આંગણવાડીઓના વાયરીંગના ખર્ચ રૂ.૭૪,૭૪૪,નવા ભળેલા વિસ્તારમા અને વોર્ડનંબર ૧૨ મા રૂ.૪૧ લાખ જેટલુ ખર્ચ,સેન્ટ્રલ લાઇટીંગના રૂ. ૧૬ લાખ, મ્યુ. બીલ્ડીંગમા ટ્રાન્સફોર્મર ઉભુ કરવા રૂ પોણાચાર લાખ,LEDપ્રોજેક્ટ માટે સ્ટ્રેન્ધનીંગ વર્કના રૂ. ૧૩,૨૦,૯૫૧૦,સ્ટ્રીટ લાઇટના અને LED રીપ્લેસમેન્ટના રૂ. ૧૨ લાખથી વધુ ખર્ચ થયો છે.

પરંતુ લાઇટ શાખાએ દરેક ખર્ચમા માત્ર એક એક લીટીમાં ખર્ચ બતાવી દીધો પરંતુ કામનુ સંપુર્ણ વર્ણન, કામની જરૂરિયાત,કામ કોણે મંજુર કર્યુ,ખર્ચનીમંજુરી,કામનુ સંપુર્ણ વિગત, કામ વાઇઝ બીલ, કામ થયા અંગેનુ ઇન્પેક્શન જે ફરજીયાત છે,તેનો રિપોર્ટ વગેરે જેવી અનેક વિગત ઓડીટ થી છુપાવી હોય  વિસ્તૃત વિગત મંગાઇ પરંતુ પુરી પડાઇ નહી..!તેના અનેક કારણો હોઇ શકે

જંગી ખર્ચ છતા અંધારા....

શહેરમા તો અનેક વિસ્તારોમા અવિરત અંધારા હોય છે,માટે નાગરિકો વારંવાર ફરિયાદ કરે છે મનપાને ઓનલાઇન કે ટોલ ફ્રીનંબરમા જે સૌથી વધુ ફરિયાદો મળે છે,તેમા સ્ટ્રીટલાઇટની પણ ખુબ જ હોય છે,ત્યારે આવા કરોડોના ખર્ચા તો ચાલુ જ હોય છે,છતાય નગરના માર્ગો ઉપર તો અંજવાળા ને બદલે અંધારા જ વધુ હોય છે,તે સૌ અધિકારીઓ અને પદાધિકારીઓ જુએ જ છે.