કોર્પોરેશનના પદાધિકારીઓ,અને અધિકારીઓ વાહનોના ઉપયોગ ક્યા કરેછે?

વાહનો એવી જગ્યાએ પાર્ક થયેલા જોવા મળે કે...

કોર્પોરેશનના પદાધિકારીઓ,અને અધિકારીઓ વાહનોના ઉપયોગ ક્યા કરેછે?

Mysamachar.in-જામનગર:

જામનગર કોર્પોરેશનના પદાધિકારીઓ  અને ઉચ્ચઅધિકારીઓ તેમને ફાળવાયેલા વાહનોના ઉપયોગ ક્યા-ક્યા કરે છે,તે કરભરતી નગરની જનતાને જાણવાનો પુરો અધિકાર છે,કેમ કે અમુક પદાધિકારીઓ  અને અધિકારીઓના ઓફીશીયલ વાહનો એવી જગ્યાએ પાર્ક થયેલા જોવા મળે છે,જ્યા જાહેર સુખાકારી માટે વિઝીટ હોતી નથી,પરંતુ પર્સનલ કામસર ક્યારેક તો ફેમીલી માટે આવી કાર ઉપયોગમા લેવાતી હોવાનુ નગરજનો નિયમિત જુએ છે,તો વળી આ કારમા ખુશી-ખુશી બહારગામના પર્સનલ પ્રવાસ અને લાગતા વળગતાના પ્રસંગમા જવા આ કાર લઇ જવાય છે, ઘણી વખત તો  જે પદાધિકારીની કાર હોય તેમા તેના સિવાયના પણ પ્રવાસનો લ્હાવો ટેસથી  લેતા જોવા મળે છે,આવી અનેક બાબતે પ્રજાજનો ગણગણાટ કરે છે...ચર્ચા કરે છે કે પ્રજાના પૈસે તાગડધીન્ના...

આવા અસંખ્ય નાગરિકોનુ જાણે પ્રતિનિધીત્વ સ્વરૂપનો અવાજ ઉઠ્યો હોય તેમ એક જાગૃત નાગરિક જીગ્નેશ મુંગરાએ માહિતીઅધિકાર અધિનિયમ હેઠળ સંપુર્ણ વિગતો માંગતા કોર્પોરેશનમા હલચલ મચી છે,માહિતીમા પુછવામા આવ્યુ છે કે વાહનો કોર્પો. ની માલીકીના વાહનો કેટલા છે.?અને કેટલા અને ક્યા-ક્યા કઈ એજન્સી પાસેથી ભાડે લેવાય છે? તેમજ આ તમામ વાહનોના લોગબુકની જાળવણીની શુ સીસ્ટમ અમલમાંછે? (કે પછી લોગબુકમા બતાવાય છે કંઇક અને હકીકત હોય છે કંઇક...તેવો ગર્ભિત સવાલ પણ આમા છુપાયેલો જ છે)

તેમજ રાત્રે આ પદાધિકારીઓ અને અધિકારીઓને ફાળવાયેલા વાહન ક્યા રહે છે? ( કેમકે કોઇ દી પદ કે સતા ભાળ્યા ન હોય તેવા અમુક સીન નાંખવા ઘર પાસે કે પર્સનલ વિઝીટો વખતે અડધા રોડ પાસે કાર રખાવે છે અને સાયબ તો વ્યસ્ત થઇ જાય અને ડ્રાયવરો મજબુરી થી સેકાતા હોય છે)આવી અનેક વિગતો જેમા ભાડાના ખર્ચ,રિપેરીંના ખર્ચ,ટેન્ડર પ્રકિયા વગેરે અંગે માહિતી અધિકાર તળે મંગાઇ છે

-ઇંધણમા અને રીડીંગ સાથે ચેડા માટે જબરા સેટીંગની ચર્ચા..

આ તમામ વાહનોમા ઇંધણ નંખાવાય છે,,તેમા જબરા સેટીંગની ચર્ચા કોર્પોરેશનના જ વર્તુળોમા થાય છે,તેમા પણ ભાગબટાઇની લોકો આશંકા વ્યક્ત કરતા હોવાની ચણભણ સંભળાય છે,તેવી જ રીતે દૂરના પર્સનલ પ્રવાસ છુપાવવા અમુક કારમા રિડીંગ ઉતારવાના સેટીંગની જાણકારો ચર્ચા કરે છે,જો આ સાચુ હોય તો શેઇમ....શેઇમ....પ્રજાના નાણાના આ રીતે પણ ધુમાડા થાય છે.તેવુ જાણી પ્રજા ખુબ આકરી ટીકાઓ કરી ફીટકાર વરસાવે છે