સ્વીમીંગ પુલમાં નહાતી મહિલાઓના વિડીયો ઉતારનાર ફરિયાદ બાદ ઝડપાયો..

ઐંસા ભી હોતા હે..?

સ્વીમીંગ પુલમાં નહાતી મહિલાઓના વિડીયો ઉતારનાર ફરિયાદ બાદ ઝડપાયો..
symbolic image

Mysamachar.in-વડોદરા:

હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીની સીઝન ચાલી રહી છે,ત્યારે પુરુષો,મહિલાઓ અને નાના બાળકો પણ સ્વીમીંગ પુલની મજા લઇને ગરમીથી છુટકારો મેળવતા હોય છે,ત્યારે વડોદરામા સ્વીમીંગ પુલમાં નહાતી મહિલાઓના પોતાના બંગલાની લોબીમાંથી વિડીયો ઉતારતા આકાશ પટેલ નામના શખ્સને મહિલાઓની ફરિયાદ બાદ ગોત્રી પોલીસે ઝડપી પાડ્યો છે.ઝડપાયેલા શખ્સે અત્યારસુધીમાં આવા કેટલીક મહિલાઓના વિડીયો ઉતાર્યા છે તેની પણ તપાસ શરૂ કરી છે.