જ્યારે માતાએ જ પુત્રીને પાણીની ટાંકીમાં નાખી દઈ અને....

પતિએ નોંધાવી પત્ની સામે ફરિયાદ

જ્યારે માતાએ જ પુત્રીને પાણીની ટાંકીમાં નાખી દઈ અને....
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-મહેસાણા:

ગત રવિવારે જ માં ની મમતાનો દિવસ એવા મધર્સ ડે ની કેટલાય સંતાનોએ ઉજવણી કરી અને આપણે ત્યાં કહેવાય છે કે માં ની મમતાથી વિશેષ કઈ જ નથી હોતું એવામાં એક માં જ પોતાના ૧૨ દિવસના સંતાનને પાણીની ટાંકીમાં ફેંકી અને મોતને ઘાટ ઉતારી દે આ ઘટના જ રૂવાળા ઊભા કરી દે તેવી છે.

મહેસાણાના લુહારકુઈ વિસ્તારમાં વસવાટ કરતી મનીષા નામની મહિલાએ પોતાની જ ૧૨ દીવસની દીકરીની હત્યા નિપજાવી છે. જાણવા મળતી વિગત પ્રમાણે મનીષાએ જે પુત્રીને જન્મ આપ્યો તેને જન્મ બાદ કમળો થઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે બાદ આ બનાવ ૧૦મી મેના રોજ બન્યો હતો. ૧૨મી તારીખે માતાને પસ્તાવો થતાં તેને પોતાનો ગુન્હો કબૂલી લીધો હતો.

બાળકીનો મૃતદેહ પાણીની ટાંકીમાં નાખી દીધા બાદ માતાને પસ્તાવો થતાં બે દિવસ બાદ પોતે જ બાળકીને પાણીની ટાકીમાં નાખીને ઉપરથી ઢાંકણું બંધ કરી દીધાનું કબૂલ કર્યું હતું. આ મામલે કડી પોલીસે ગુન્હો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.પત્નીને ગુન્હો કબૂલ કર્યા બાદ તેના પતિએ આ અંગે ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.