જયારે પતિને જાણ થઇ કે પત્નીને છે બોસ સાથે છે સબંધ..

અને કર્યું આવું..

જયારે પતિને જાણ થઇ કે પત્નીને છે બોસ સાથે છે સબંધ..
Symbolic Image

Mysamachar.in-અમદાવાદ:

આજના સમયમાં અને ખાસ કરીને મેટ્રોસીટીમાં અનૈતિક સબંધોની માયાજાળ ફેલાતી જ જાય છે,અને તેના પરિણામો અનેક કિસ્સાઓમા ખરાબ આવી રહ્યા છે,આવો જ વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે,ગોમતીપુરમાં એક યુવતીને પોતાના બોસ સાથે શારીરિક સબંધો હોવાનું અને આ સંબંધોની જાણ તેણીના પતિને થઇ જતા તેણે  આપઘાત  કરી જિંદગી ટૂંકાવી લીધી છે,પતિએ આપઘાત કરતાં પૂર્વે પત્ની અને તેના પ્રેમી એવા બોસની પોલ ખોલતો એક વીડિયો પણ વાયરલ કરતાં અમદાવાદમાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે,નીતિને વીડિયોમાં પોતાની પત્નિને બોસ સાથે અનૈતિક સંબંધો હોવાનો ખુલાસો કર્યો છે.બોસ પાસેથી લોન લેવાની હોવાથી બોસ અને અન્ય એક વ્યક્તિ પત્નીને સેક્સ માણવા માટે ગેસ્ટ હાઉસ લઈ જવા માંગતા હતા.ત્રણ દિવસ પહેલાં પત્ની સાથે ઝઘડો થતાં પત્ની  પિયર જતી રહી હતી. આ દરમિયાન નીતિને શનિવારે સાંજે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પોલીસે આ મામલે વિડીયો અને અન્ય પુરાવાઓ એકત્ર કરી તપાસ શરૂ કરી છે.