જયારે કુખ્યાત બુટલેગરને જામજોધપુર પોલીસે કરાવ્યું કાયદાનું ભાન..

બે દિવસના છે રિમાન્ડ પર

જયારે કુખ્યાત બુટલેગરને જામજોધપુર પોલીસે કરાવ્યું કાયદાનું ભાન..

mysamachar.in-જામનગર

જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં થી કેટલીયવાર બને જીલ્લાની પોલીસે ઢગલાબંધ વિદેશીદારૂના જથ્થા ઝડપી પાડ્યા છે,ત્યારે બને જિલ્લામાં જાણીતો બુટલેગર અરજણ આલા કોડીયાતર દારૂના કેટલાય કેસમાં નાસતોફરતો હોય તાજેતરમાં જ દેવભૂમિદ્વારકા પોલીસે તેની ધરપકડ કર્યા બાદ જામજોધપુર પોલીસે તેનો કબજો લેતા જ પીએસઆઈ જે.ડી.પરમાર પાસે અરજણ પોપટ બની ગયો છે,

જે.ડી.પરમાર એ જ પીએસઆઈ છે જે અરજણ આલા ને પોતાના પુત્રની જન્મદિવસની ઉજવણી પડતી મુકીને ભાણવડ નજીક પકડવા ગયા હતા,જ્યાં ભારે બબાલ વચ્ચે તે સમયે અરજણ ભાગી છુટ્યો હતો અને પીએસઆઈ સ્વબચાવમાં ફાયરીંગ કરવાની પણ ફરજ પડી હતી,અને એક સમયે વાતાવરણ ભારે તંગ બની જવા પામ્યું હતું,

ત્યારે થોડાસમય પૂર્વે અંગ્રેજીશરાબ ભરેલ એક ગાડી જામજોધપુર નજીકથી ઝડપાઈ જવાના મામલામાં અરજણ અને બધા ભોળા સામબડાનું નામ હોવાથી જામજોધપુર પોલીસે તેનો કબજો લઇ કોર્ટમાં થી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે,જે દરમિયાન પોલીસે બનેની આગવી ઢબે પૂછપરછ કરતાં બને એ એક પછી એક એમ ક્યાંથી દારૂ મંગાવતા હતા કઈ રીતે મંગાવતા હતા તે તમામ હકીકતો ઓકવા લાગ્યા છે,જો કે નોંધનીય બાબત એ છે કે અરજણ આલા પર દારૂના જથ્થા ને લઈને જામનગર અને દેવભૂમિદ્વારકા એમ બને જિલ્લાઓમાં અનેક કેસો નોંધાયેલ છે.