જ્યારે બોટમાં લાગી આગ...

કોસ્ટ ગાર્ડ દ્વારા લેવાઈ કાબુમાં

જ્યારે બોટમાં લાગી આગ...

Mysamachar.in-અમરેલી:

જાફરાબાદમા રહેતા સાદિક ઇબ્રાહીમભાઇ અંગરીયા તેમના પરિવાર સાથે પોતાની ગરીબ નવાઝ બોટ લઇને દરિયાકાંઠે આવેલ સવાઇ પીરની દરગાહે દર્શનાર્થે ગયા હતા અને બોટ એંકરમા લાંગરી હતી. ત્યારે ખાલી પડેલી બોટમા બપોરે પોણા ત્રણેક વાગ્યાની આસપાસ બોટમાં અચાનક આગ ભભુકી ઉઠી અને જોતજોતામા આગે વિકરાળરૂપ ધારણ કરી લીધુ હતુ. મરીન અને કોસ્ટગાર્ડની ટીમે આગને કાબુમા લેવા પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાને પગલે મરીન પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમ બોટ સાથે ઘટના સ્થળે દોડી જઈને આગને કાબુમા લેવા કામગીરી હાથ ધરી હતી. ત્યારે કલાકોની જહેમત બાદ આગ કાબુમા આવી હતી.

આ બનાવની વધુમાં મળતી વિગત મુજબ બોટ જાફરાબાદ બંદર ગામથી આશરે 150 મુસાફરોની સાથે સવાઇ બેટ દરગાહની મુલાકાત લીધી હતી. આગનું કારણ જાણી શકાયું નથી, પરંતુ બોટમાં લઇ જવામાં આવતા ક્ષમતાથી વધુ મુસાફરોની સંખ્યાને લીધે મુસાફરોની સલામતીની ચિંતા ઊભી થાય છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા નોંધ લેવામાં આવી હતી કે લગભગ 50 લીટર ડીઝલ અને બેટરીઓ બોટમાં આ ઘટના બની ત્યારે હોવાનું સામે આવ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.