જ્યારે જાહેરમાં જ સગીરાને થયો ગર્ભપાત અને આ મામલો આવ્યો સામે

જાણો ક્યાંની છે આ ઘટના

જ્યારે જાહેરમાં જ સગીરાને થયો ગર્ભપાત અને આ મામલો આવ્યો સામે

Mysamachar.in-અમદાવાદ:

અમદાવાદના મેઘાણીનગર બસ સ્ટેન્ડ પાસે થોડા દિવસો પૂર્વે એક સગીરાને ગર્ભાપાત થતાં મેઘાણીનગર પોલીસે સગીરાની પુછપરછ આદરી હતી.જેમાં 16 વર્ષીય સગીરાને તેના જ 16 વર્ષીય સગીર મિત્રએ દુષ્કર્મ આચરતા તે ગર્ભવતી થઇ હોવાનું સામે આવ્યું હતું,સગીરા ગર્ભવતી બન્યાની જાણ જ્યારે તેના જ સગીર મિત્રને થઈ ત્યારે તે ગર્ભપાત માટે ગોળી લાવ્યો હતો.

મેઘાણીનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ફરિયાદ નોધાવી છે કે, મહિલા પુત્રીઓ સાથે રહે છે અને મજૂરીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. મહિલાની 16 વર્ષીય સગીર દિકરીને તેના સગીર મિત્રએ લગ્ન કરવાની લાલચ આપી હતી. ઘરે આવતા જતા સગીરે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતુ. જેના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો અને ગર્ભપાત માટે સગીર મિત્રએ કોઇ દવા લાવી આપી હતી.

આ દવાના કારણે થોડા દિવસો પૂર્વે મેઘાણીનગરના છેલ્લા બસ સ્ટેન્ડ પાસે સગીરાને ગર્ભપાત થઇ ગયો હતો અને લોકો જોઇ જતાં પોલીસને જાણ કરી હતી. મહિલાએ દુષ્કર્મની અને ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ 16 વર્ષના સગીર મિત્ર સામે નોધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.