જ્યારે સમલૈંગીક ડોક્ટર બન્યા બ્લેકમેલીંગનો શિકાર

ગેંગને પડાવવા હતા 5 લાખ

જ્યારે સમલૈંગીક ડોક્ટર બન્યા બ્લેકમેલીંગનો શિકાર

Mysamachar.in-સુરત:

સામાન્ય રીતે મહિલાઓને પુરુષો MMS દ્વારા બ્લેકમેલ કરવાના કિસ્સાઓ તો સામે આવતા જ હોય છે.પરંતુ સુરતમાં એક સમલૈંગીક ડોકટરને એક ગેંગના શખ્સ દ્વારા બ્લેકમેલ કરવામાં આવ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,

મળતી વિગત મુજબ સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા પ્રિતેશ ઉ.વ.30(નામ બદલેલ છે) જે હોમિયોપેથિક ડોક્ટર મૂળ ભાવનગરના છે, આ ડોક્ટર હોમો સેક્સ્યુઅલ એટ્લે કે સમલૈંગીક છે.

થોડા સમય પૂર્વે તેવોને મોબાઈલમાં રાજુ નામના એક યુવકની ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મળી હતી. જે બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થતા,મુલાકાતો પણ વધી હતી. જેમાની એક મુલાકાતમાં ડોક્ટર અને અને યુવક વચ્ચે મુખમૈથુન થયું હતું. જેના રાજુના સાગરિતોએ છુપાઈને વીડિયો ઉતાર્યા હતા.

બાદમાં રાજુ અને તેના સાગરિતોએ ડોક્ટર પાસે ઘણા પૈસા હોય આ વિડિયો ક્લીપને આધારે ડોક્ટરને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. રાજુએ આ વીડિયો ડોક્ટરના પરિવારજનો અને સંબંધીઓને મોકલવાની ધમકી પણ આપતા હતા અને એકાદ વખત તો ડોક્ટરને માર પણ માર્યો હતો.જે બાદ આખાય ઘટના ક્રમના સમાધાન માટે 5 લાખ રૂપિયાની માંગણી કરેલ હતી.

ડોક્ટર દ્વારા આટલી મોટી રકમ આપવાની ના પાડતા સાગરિતોએ 60 હજાર રૂપિયામાં સમાધાન કરવાની વાત કરી હતી.ત્યારે આ મામલે હોમિયોપેથિક તબીબે અંતે પોલીસનો શરણે જઈને મદદની ગુહાર લગાવી હતી,

જે બાદ સર્વેલન્સ ટીમ દ્વારા છટકુ ગોઠવીને આ ટોળકીના કિરીટ નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. હાલ તેના બે દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યા છે,જેમાં કિરીટ ઉપરાંત આ ગેંગમાં અન્ય કેટલા શખ્સો સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.  વિશે વધુ તપાસ કરવામાં આવશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.