જ્યારે એકા-એક પુલ થયો ધરાશાયી…

વાહન વ્યવહાર થયો ઠપ્પ..

જ્યારે એકા-એક પુલ થયો ધરાશાયી…

Mysamachar.in-જુનાગઢ:

જામનગર જુનાગઢ હાઈવે પર વર્ષો જુનો પુલ આજે ઓચિંતો એકા-એક ધરાશાયી થયો હતો,જામકંડોરણા તાલુકાના સાતુદડ ગામ નજીક કોબેશ્ર્વર મહાદેવ મંદિર પાસે આજે બપોરે પુલ ધરાશાયી થતાં જામકંડોરણાથી કાલાવડ વાહન વ્યવહાર ઠપ્પ થઈ જવા પામ્યો હતો અને હજારો મુસાફર અટવાઈ ગયા હતા.જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ ન સર્જાતા મોટી દુર્ઘટના ટળી છે,બનાવના પગલે પોલીસ દોડી આવી હતી અને બંને સાઇડના રસ્તા બંધ કરાવ્યા હતા.