જ્યારે ૬૦ વર્ષના છગનભાઇ ને મહિલાનો ફોન આવ્યો અને એવા તો ફસાયા કે..

ચેતવા જેવો કિસ્સો

જ્યારે ૬૦ વર્ષના છગનભાઇ ને મહિલાનો ફોન આવ્યો અને એવા તો ફસાયા કે..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-સુરત:

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમા દિનપ્રતિદિન હનીટ્રેપના કિસ્સાઓ જાણે સામાન્ય બની ચૂક્યા હોય તેમ લગભગ દરરોજ કોઈ ને કોઈ જગ્યાએ યુવકોથી માંડીને વયોવૃદ્ધ લોકો સ્વરૂપવાન યુવતીઓની મીઠી-મીઠી વાતો બાદ તેની મોહજાળમા ફસાઇ જાય છે અને બાદમા પસ્તાવાનો પાર ત્યારે નથી રહતો જ્યારે ગેંગ બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવવાની શરૂઆત કરે છે,હજુતો હમણાંનુ જ છે કે રાજકોટમાં પાયલ બુટાણી નામની યુવતી એ તેના સાગરીતો સાથે મળીને આવીજ એક જાળ ફેલાવી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે હવે સુરતના એક ૬૦ વર્ષીય વૃદ્ધ પણ હનીટ્રેપમાં ફસાઇ જતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે

સુરતના હીરાબાગ વિસ્તારમાં રહેતા વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવી ચાર મહિલા અને ત્રણ પુરુષે રૂપિયા ૪ લાખ પડાવી લીધા હતા.અજાણી મહિલાએ વૃદ્ધને ફોન કરી પાંચ પાંડવના ઓવારા પાસેના ઓમકાર કોમ્પ્લેક્સમાં લઈ જઈ હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો.

૬૦ વર્ષીય વૃદ્ધ ને ગઇકાલે એક મહિલાનો ફોન આવ્યો હતો.મહિલા તમે આવવાના હતા, કેમ આવ્યા નહી? એમ કહેતા તેમણે કામ છું પછી ફોન કરીશ કહી ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ અડધા કલાક પછી છગનભાઈએ સામેથી કોલ કરતા ફોન પર બોલનારી મહિલાએ તેમને ફૂલપાડા વિસ્તારમાં આવવા કહ્યું હતું.વૃધ્ધે ફૂલપાડા આવવાનું કારણ પૂછતા મહિલાએ ‘ભાભી અને છોકરી બંને હાજર છે’,એમ કહી ફૂલપાડા આવવા કહ્યું હતું.જેને પગલે છગનભાઈને લાલચ જાગતા તેઓ ફૂલપાડા પહોંચી ગયા હતા.જ્યાં તેમને ત્રીસેક વર્ષની બે મહિલા મળી હતી.બંને મહિલા તેમને પોતાની સાથે પાંચ પાંડવના ઓવારા પાસેના ઓમકાર કોમ્પ્લેક્સમાં લઈ ગઈ હતી,

કોમ્પ્લેક્સના પાંચમા માળે પહોંચતા એક ફ્લેટમાં પહેલેથી બે મહિલા બેસેલી હતી,ત્યારબાદ તેમને એક મહિલા રૂમમાં લઈ હતી.બંનેએ એકબીજાના કપડા ઉતર્યા હતા તે દરમિયાન બહારથી બે અજાણ્યા પુરુષ તેમના રૂમમાં પ્રવેશ્યા હતા.બંનેએ પોતાની ઓળખ ડી-સ્ટાફના માણસો તરીકે આપી હતી. પોલીસ ની ઓળખ આપનાર બંને પુરુષોએ બળાત્કારની ફરિયાદ દાખલ કરવા સાથે મીડિયાને બોલાવી બદનામ કરવાની ધમકી આપી હતી.જો સમાધાન કરવું હોય તો તેની અવેજમા ૭.૫૦ લાખની માંગણી કરી હતી.ત્યારબાદ રકજકના અંતે ૪ લાખમાં સમાધાન થયું હતું. છગનભાઈએ ભત્રીજા પાસે રરૂપિયા મંગાવી આ ટોળકીને આપ્યા હતા.ત્યારબાદ આખી વાત ભત્રીજાને કરતા મામલો કતારગામ પોલીસ મથકમાં પહોંચ્યો છે અને પોલીસે આ મામલે મહિલા સહિતની ગેંગ કોણ છે તેની તપાસ હાથ ધરી છે