WhatsApp યુઝ કરતાં લાખો લોકો માટે એક ખરાબ સમાચાર

ફરી એકવાર વોટ્સએપમાં થયો મોટો ફેરફાર

WhatsApp યુઝ કરતાં લાખો લોકો માટે એક ખરાબ સમાચાર

Mysamachar.in-અમદાવાદઃ

વોટ્સએપ ના લાખો ગ્રાહકો માટે એક ખરાબ સમાચાર છે. આવું એટલા માટે કારણ કે શક્ય છે કે તમે 1 ફેબ્રુઆરીથી પોતાના ફોનમાં વોટ્સએપ ન ચલાવી શકો. વોટ્સએપ પોતાના કેટલાક જૂના ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા ફોન પર સપોર્ટ બંધ કરી રહ્યું છે.વોટ્સએપે પોતાના FAQ સપોર્ટ પેજ પર એક બ્લોગ શૅર કર્યો છે. કંપનીએ તેમાં જાણકારી આપી હતી કે એન્ડ્રોઇડ વર્જન 2.3.7 અને તેનાથી પહેલાની ઑપરેટિંગ સિસ્ટમ માટે સપોર્ટ બંધ કરવામાં આવી રહ્યો છે.સાથોસાથ જો તમે એપલ iPhone યૂઝર છો અને iOS 8 અને તેનાથી જૂના ઑપરેટિંગ સિસ્ટમ પર ચાલી રહેલા ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો 1 ફેબ્રુઆરી 2020 બાદ WhatsApp નહીં ચલાવી શકો.

વૉટ્સએપના બ્લોગમાં એવું પણ જણાવવામાં આવ્યું કે જે યૂઝર્સ આ ઑપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ 31 જાન્યુઆરી બાદ ન તો નવું એકાઉન્ટ બનાવી શકશે અને ન તો વેરિફિકેશન જેવી એક્ટિવિટી કરી શકશે. જૂના ફોન પર સપોર્ટ બંધ કરવા પાછળનું કારણ જણાવતાં વોટ્સએપે કહ્યું છે કે તેનું ફોકસ આવનારા સાત વર્ષો પર છે. આ દરમિયાન એવા મોબાઇલ ફોન્સ પર ધ્યાન કેન્દ્રિત કરાશે જેનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વોટ્સએપ સપોર્ટ બંધ થવાની અસર માત્ર તે લોકો પર થશે જેની પાસે 6 વર્ષથી વધુ જૂના સ્માર્ટફોન છે.નોંધનીય છે કે, વોટ્સએપે Windows ફોન માટે પણ 1 જાન્યુઆરી 2020થી સપોર્ટ બંધ કરી દીધો છે. આ ઉપરાંત 31 ડિસેમ્બર 2017 બાદ કંપનીએ બ્લેકબેરી OS, બ્લેકબેરી 10, Windows Phone 8.0 અને બાકી જૂના પ્લેટફોર્મ્સ માટે પણ WhatsApp બંધ કરી દીધું હતું.