એસ્સાર-નયારાના પ્રદૂષણ નો રિપોર્ટ શુ આવશે?

ભારે  સસ્પેન્સ

એસ્સાર-નયારાના પ્રદૂષણ નો રિપોર્ટ શુ આવશે?

Mysamachar.in;દેવભૂમિ દ્વારકા;

દેવભૂમિ દ્વારકા જિલ્લામા આવેલી રીફાઇનરીના પ્રદૂષણ અંગેના રિપોર્ટ શુ આવશે તે અંગે ભારે  સસ્પેન્શ હાલ તો સર્જાયુ છે,કેમ કે કંપનીએ છુપાવવાના ખુબ પ્રયાસ કર્યા છેવટે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી,જે બાદ સંશોધન કરતા કરતા પોલીસ સહિતના વિભાગો દ્વારા થયેલી કામગીરીની તાગ મળ્યો છે,

ખંભાળીયા તાલુકાના સોઢા તરઘડી ગામના ખેડૂતે એસ્સાર અને નયારા એનર્જી લીમીટેડ સામે ખંભાળીયા પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરાવ્યો હતો,જેની ટુંક વિગત મુજબ આ કંપનીથી હવા, પાણીનુ પ્રદૂષણ   થાય છે,જેથી ખેતીની જમીનના અને પાણીના તળ પ્રદુષિત થાય છે,જે માટે એસ્સાર તથા નયારાના માલીકો ,સંચાલકો,મેનેજર સહિત જવાબદારો  સામે પોલીસે આઇ.પી.સી. ૨૬૯,૨૭૭,૨૭૮ હેઠળ ગુનો છેલ્લા ત્રણ વર્ષથી આવુ થાય છે...તેમ નોંધાવ્યુ છે જેની તપાસ ફોજદાર જાડેજા કરે છે,જોકે જિલ્લા પોલીસવડા આ અંગે સઘન માર્ગદર્શન આપી રહ્યા છે.

દરમ્યાન આ વિષય પ્રદુષણ બોર્ડનો હોય પ્રથમ તો બોર્ડને જાણ કરવી પડે તે સ્વાભાવિક છે હવે  તા.૧૩ એપ્રિલ ની ફરિયાદ અંગે હાલ છે.....ક  નમુના લેવાયા છે,તે પણ પોલીસે અહેવાલ મોકલી સહયોગ માંગ્યો હોય તેના બદલે રૂટીનમા સેમ્પલ લેવાયા હોય તેવુ લાગે છે.

-દ્વારકા જિલ્લા પોલીસનો વિલંબ શુ સુચવે છે?

સામાન્ય રીતે અનેક બાબત ખુબ ઝડપ કરતી આરોપીઓને પોલીસ સ્ટેશને બોલાવી લેતી દ્વારકા જિલ્લા પોલીસે અઢી મહિના થયા લગત વિભાગોને કેમ જાણ ન કરી અથવા હવે છેકમોડી કરી શુ પોલીસ ત્યા સુધી કંપનીને પ્રદુષણના માપદંડ સુધારવા મોકો આપતી હતી કે પુરાવાનો નાશ થાય તેની રાહ જોતી હતી…?? તેવા સવાલો પણ ઉઠે...જો કે પોલીસ પ્રદુષણ બોર્ડના રિપોર્ટ બાદ સ્થળ મુલાકાત પંચરોજકામ વગેરે કરશે તેમ જાણવા મળે છે,

-હવા અને પાણીના નમુના લેવાયા

જામનગર રિજીયનના પ્રદુષણ બોર્ડના ઓફીસર તેમની ટીમ સાથે સોઢા તરઘડી  ગામેથી  ખેડુતની વાડી ખેતરમા તેમજ કંપની વીઝીટે ગયા હતા કેમ કે ખેડુતે તાજેતરમા પોલીસના વિલંબ બાદ બોર્ડમા ફરિયાદ આપી હતી,માટે વિઝીટ દરમ્યાન ટીમએ ખાસ સાધનોથી હવા તેમજ પાણીના નમુના લેવડાવ્યા છે,જેના રિપોર્ટ હવે આવશે પરંતુ રિપોર્ટમા નુકસાનકારક વાયુનુ હવામા  પરમીશનથી વધુ પ્રમાણ કે જમીન પાણીમાં  નુકસાનકારક રસાયણનુ પ્રમાણ મળશે કે કેમ તે અંગે ભારે સસ્પેન્સ છે,કેમ કે કંપની સ્થાનિકથી માંડી દિલ્હી સુધી ફીલ્ડીંગ ભરે તે સ્વાભાવીક છે...જો કે હાલની પ્રદુષણ નિયંત્રણની ટીમની છાપ પ્રમાણીક અધીકારીઓની છે,માટે કોઇ ગેરરીતીની તો શક્યતા નથી તેવુ અનુમાન જાણકારોનુ છે.