પાકવીમાને લઈને મુખ્યમંત્રીએ કાલાવડ ખાતે શું આપ્યું નિવેદન.?

ગુજરાત હાઇએલર્ટ

પાકવીમાને લઈને મુખ્યમંત્રીએ કાલાવડ ખાતે શું આપ્યું નિવેદન.?

Mysamachar.in-કાલાવડ:

જામનગર જિલ્લાના કાલાવડ ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે માર્કેટિંગ યાર્ડનું ભૂમિપૂજન જીઆઇડીસીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી આર.સી ફળદુ, અન્ન અને નાગરીક પુરવઠામંત્રી જયેશ રાદડીયા, જામનગરના સાંસદ પૂનમ માડમ સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા,

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સભાને કરેલ સંબોધનમાં મગફળી સહિતની જણસોના ટેકાના ભાવોને લઇને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારે સમયસર પાકવીમો મળે તેના માટે ચિંતા કરી છે અને ગુજરાતમાં પાકવીમાના ૨૬૦૦ કરોડ રૂપિયા મંજૂર કરાવ્યા છે, જે માર્ચ મહિના સુધીમાં ખેડૂતોને પાકવીમાના પૈસા મળે તેવા પ્રયાસો કરાઇ રહ્યા છે, ઉપરાંત કાલાવડ વિસ્તારના ૨૦ હજાર લોકોને જીઆઇડીસીના માધ્યમથી રોજગારી મળશે. તેમજ આ તકે જામનગરને પીવાના પાણી માટે જળ સંકટ ટાળવા સૌની યોજનાથી રણજીતસાગર ભરાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી આ અંગેના કાર્યક્રમમાં સ્વીચ દબાવશે અને પાણીથી ડેમો ભરાઈ જશે તેવી વાત કરી હતી,

ઉપરાંત મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, આજે સવારે વાયુદળએ આતંકીઓના અડ્ડા ઉડાવી દીઘા છે અને લોકોની અપેક્ષા હતી કે, પાકિસ્તાન સામે બદલો લેવામાં આવે તે પ્રમાણેનું કામ કેન્દ્ર સરકાર કરી રહી છે. ત્યારે સરહદની પહેલે પાર આજે બીજી સર્જીકલ  સ્ટ્રાઈક કરી છે. જેના પગલે ગુજરાતમાં દરિયાકાંઠાને હાઈએલર્ટ કર્યો છે અને તમામ પોલીસને પણ એલર્ટ કરી દેવામાં આવી હોવાની વાતનો પણ ઉલ્લેખ કરાયો હતો.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.