શાળાઓ સામે પગલા લેવા DEO ને શું શરમ..

એટલુ જ નહી અનેક અનિયમીતતા

શાળાઓ સામે પગલા લેવા DEO ને શું શરમ..

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાશિક્ષણાધિકારી દરેક ખાનગી શાળાઓમા તમામ નિયમોના ચુસ્ત પાલન કરવામા ટુંકા પડતા હોય વારંવાર ઉચ્ચકક્ષાએ જ અહેવાલો મોકલી હાથ પર હાથ રાખી બેસી જાય છે,તાજેતરમા ૩૫ સરકારી ૧૦૯ ગ્રાન્ટેડ  અને ૧૪૫ ખાનગી સ્કુલોમા તાજેતરમા તપાસ થઇ હતી જેમા સેટઅપ મુજબ સ્ટાફ ન હોવા, પુરતી સુવિધાઓ ન હોવી ,ખાનગી તમામ શાળાઓમા ક્વોલીફાઇડ સ્ટાફ ન હોવા ,રમતગમતના મેદાનના હોવા, અમક શાળાતો ગ્રાઉન્ડ ફ્લોરના બદલે પહેલા કે બીજા માળે કે એપાર્ટમેન્ટમા ચાલતી હોય, પીવાના પાણીની- સલામતીની પુરતી વ્યવસ્થા ન હોવી- ટોયલેટ બ્લોક ન હોવા, પાર્કીંગ સુવિધા ન હોવી,પ્રાથમીક સારવારની સુવિધા ન હોવી તેના સહિતની અનેક અસુવિધાઓ સામે આવી જે તમામ બાબતો રેકર્ડ ઉપર છે. 

એટલુ જ નહી અનેક અનિયમીતતા અને બેદરકારી તેમજ અસુવિધાઓના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણી હાલાકી ભોગવવી પડે છે,છતા જિલ્લા તંત્ર દ્વારા વિશાળવર્ગના હિતમા કોઇ ઠોસ પગલા લેવાતા નથી,આવી અનિયમિતતાઓ અંગે અને હજારો વિદ્યાર્થીઓના હિત માટે પગલા લેવાની ઘણી ખરી સતાઓ હોવા છતા આ તમામ બાબતો અંગે શિક્ષણવિભાગમા રિપોર્ટ કરીને જિલ્લા શિક્ષણાધિકારીએ સંતોષ માની લીધો છે,જો શિક્ષણ સ્તર સુધારવુ હોય અનિયમીતતાઓ દૂર કરવી હોય તો સ્થાનીકકક્ષાએથી પણ ઘણા  પગલા લઇ શકાય તેવી જોગવાઇઓ છે,પરંતુ કોઇ પગલા લેવામા તેમનો પનો ટુંકો પડે છે તેવી પણ જાણકારોમા ચર્ચા થાય છે.