સૌની જેવા ડ્રીમ પ્રોજેક્ટમા પેટામા કામ બાબતે તંત્ર અજાણ.. કે પછી..!

જંગી નાણાનુ પાણી છતા....

સૌની જેવા ડ્રીમ પ્રોજેક્ટમા પેટામા કામ બાબતે તંત્ર અજાણ.. કે પછી..!

Mysamachar.in-જામનગર:

સૌરાષ્ટ્રભરમા નર્મદાના નીર પહોંચાડી હરિયાળી કરવાના વડાપ્રધાન મોદીના  ડ્રીમ પ્રોજેક્ટના જુદા જુદા પેકેજ ના કામો મુળ એજન્સી જ કામ કરે છે કે પેટામા કામ અપાયા છે તે બાબતે તંત્ર અજાણ છે અથવા તો અજાણ હોવાનો ડોળ કરતા હોવાનુ તારણ નીકળે છે, કેમ કે જવાબદાર કાર્યપાલક ઇજનેર મહેતાએ જણાવ્યુ હતુ કે ગયા વખતે જે કામ પીપરટોડા પાસે લાઈન ઉંચી થઇ તેણે નોટીસ આપી હતી તો કામ પણ થઇ ગયું હશે ( થઇ ગયુ તેમ કોન્ફીડન્સ થી ન કહ્યુ) જયારે રૂબરૂ પૂછ્યું તો તેવો જણાવે છે કે ખબર નથી ક્યાં આવું બન્યું હતું.. બીજા એક પ્રશ્ર્નમા તેમણે જણાવ્યુ કે સરકારના એસ.ઓ. સ્પષ્ટ નથી કે કામો પેટામાં આપવું કે નહિ...અને જો કામ પેટામા થતુ હોય તો અમને જાણ પણ ન હોય કેમ કે સુપરવીઝન માટે પણ નિયુક્ત કરેલી એજન્સી જ કરે છે કેમકે સ્ટાફના અભાવે સિચાઇ પહોચી શકતુ નથી,તેમ પણ તેવો ગોળ ગોળ જણાવે છે,

-જંગી નાણાનુ પાણી છતા પાણી પહોંચવા અંગે આશંકા

સિંચાઇ વિભાગ પાસે સ્ટાફ ન હોય જંગી નાણા ખર્ચી કન્સલ્ટન્ટ નીમ્યા છે, જે તપાસ કરતા રહે દેખરેખ રાખે છે, વગેરે માનવાનુ પરંતુ જો તેમ થતુ હોય તો એક વર્ષથી પાઇપ કેમ ફુટી નીકળે છે? તે પ્રશ્ર્ન પાછળ કુશળતાના અભાવથી કામ થઇ રહ્યાના કે નિયુક્ત થયેલના બદલે ઓછી કુશળ એજન્સીઓ કામ કરતી હોવાની શંકાઓ આ પ્રશ્ર્ન પાછળ ઉભી થાય છે, બીજી તરફ અધિકારી મહેતા તો પેટા એજન્સી દ્વારા કામ થઇ રહ્યા બાબતેના પ્રશ્ર્ને અજાણ હોવાનુ રટણ જ કરે છે, માટે હવે ઠોસ કામ અને છેવાડા સુધી પાણી ક્ષતીઓ વિના પહોંચતુ રહેશે કે પહોચશે જ કેમ તે પણ શંકા લોકો કરે છે.