અક્ષયતૃતીયા  (અખાત્રીજ) નું મહત્વ શુ છે.?

વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે

અક્ષયતૃતીયા  (અખાત્રીજ) નું મહત્વ શુ છે.?

Mysamachar.in-જામનગર

સનાતન (હિન્દુ)  ધર્મમાં અક્ષય તૃતીયા માંગલિક કાર્યો માટે શુભ અને અક્ષય મૂહુર્ત માનવામાં આવે છે, આ ઈશ્વરીય તિથિ પણ કહેવામાં આવે છે. વાસ્તવામાં, 'અક્ષય' શબ્દનો અર્થ છે જેનો ક્ષય કે નાશ ન થાય.માટે આ દિવસે દાન પુણ્ય શુભ કાર્યો કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે.
-અક્ષય તૃતીયાના દિવસે આપણા વહાલા શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં   શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો.

-અક્ષયતૃતીયાનાં શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો
 
-આજના દિવસે કરેલ કોઈ પણ કાર્ય અક્ષય રહે છે, તેથી આજે હોમ, તપ જપ દાન પિતૃ તર્પણ કરવું જોઈએ
 
-અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી વેદવ્યાસજીએ  ગણેશજીની સહાયથી મહાભારત લખવાનું  આરંભ કરેલ

-અક્ષયતૃતીયાનાં દિવસે માં ગંગાજી ભૂતલ ઉપર પધારેલ
 
-અક્ષયતૃતીયાનાં દિવસે સતયુગ અને તેત્રાયુગનો આરંભ થયેલ
 
-અક્ષયતૃતીયાનાં દિવસે સૂર્ય દેવે “અક્ષય પાત્ર “ પાંડવોને વનવાસ દરમ્યાન આપેલ, જે  અખૂટ ભોજનથી ભરપુર રહેતું
 
-અક્ષયતૃતીયાનાં દિવસે માં લક્ષ્મીજી એ કુબેરજીને (સ્વર્ગના ખજાનચી) અખૂટ સંપતિ બક્ષેલ.
 
-અક્ષયતૃતીયાનાં દિવસે એકજ વાર વૃંદાવનમાં શ્રી બાંકેબિહારીજીના શ્રી ચરણો ના દર્શન થાય છે, 
 
-અક્ષય તૃતીયાનો ઉલ્લેખ અને મહિમા વિષ્ણુપુરાણ, નારદ પુરાણ, ભવિષ્ય પુરાણ, તૈત્તરીય ઉપનિષદ, વગેરે


-અક્ષયતૃતીયાનાં દિવસે. લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી રહ્યા
 
-અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂરી રક્ષા કરેલ.
 
-અક્ષયતૃતીયાનાં દિવસે મહાભારત ના યુદ્દ્ધની સમાપ્તિ થયેલ.
 
-અક્ષયતૃતીયાના આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિત બદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્યમંદિરોનાં દ્વાર ખૂલે છે.
 
-અક્ષયતૃતીયાનાં દિવસે જ હયગ્રીવ અવતાર, નરનારાયણ પ્રગટીકરણ, તેમજ માં અન્નપુર્ણ નો જન્મ  થયેલ
 
-બ્રહ્માજીના પુત્ર અક્ષય કુમારનું આજે પ્રાકટ્ય થયેલ..
 
-અક્ષયતૃતીયાનાં દિવસે જગન્નાથ પૂરીમાં ભગવાનના રથનું નિર્માણકાર્ય આજથી શરુ થાય છે,

આલેખન:શાસ્રી જીગરભાઇ પંડ્યા, ભાગવતાચાર્ય અને જ્યોતિષ શાસ્રી-વાસ્તુશાસ્રી જામનગર