વારંવાર ના વીજકાપ-ફોલ્ટ કોને કમાવી દેવાનુ કારસ્તાન?

અમુક વખતે માનવસર્જીત

વારંવાર ના વીજકાપ-ફોલ્ટ કોને કમાવી દેવાનુ કારસ્તાન?

Mysamachar.in-જામનગર:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકો વાયુ વાવાઝોડાની આગાહી હતી ત્યારથી વીજધાંધીયાથી પરેશાનીમા મુકાયા છે,તે પરેશાની હજુ ચાલુ જ છે..અને વીજવિભાગ તો તેની મસ્તીમાં જ પડ્યુ છે,ત્યારે વારંવાર વીજફોલ્ટ થાય છે કે પછી કોઇને કમાવી દેવાનુ કારસ્તાન છે? તેવો સવાલ વ્યાપક રીતે ઉઠ્યો છે,કેમ કે લોકોને તો લાઇટ ગઇ એટલી  જ ખબર હોય ટેકનીકલી શુ થયુ તે તો ખ્યાલ જ ન આવે દરમ્યાન જાણકારોના મતે ટ્રાન્સફોર્મરો ,વાયરો, સ્વીચો, બોર્ડ, ફ્યુઝ ,પેટી વગેરે બદલાવ્યાનુ નોંધાય છે,તેમાંથી દર વખતે તે બદલવાની જરૂર નથી હોતી અથવા તો સામાન્ય રીપેરીંગથી પણ કામ થઇ શકતુ હોય છે,પરંતુ સ્ટોકમા ઉધારાય તે માટે આ ફોલ્ટ કે કાપ અમુક વખતે માનવસર્જીત હોવાનુ જાણકારો કહે છે,

નહી તો હાલ કાળઝાળ ગરમીના દિવસો છે,પવન વરસાદ વાવાઝોડુ કંઇ જ નથી,છતા અનેક વિસ્તારોમા વારંવાર લાઇટ કેમ જાય અને કરોડોના ખર્ચની  પ્રિમોન્સુન કામગીરી બાદ પણ ફરીથી ફોલ્ટ રીપેરીંગ ની જરૂર કેમ.પડે? પરંતુ માનીતી એજન્સીઓને  કમાવી દેવાનો  આ કારસો   હોવાનુ છડેચોક ચર્ચાય છે,જેમા લાખો રૂપીયાનુ મટીરીયલ બદલાવ્યાનુ ઉધારાય જાય છે,

-જેટકો અને પીજીવીસીએલનો સંયુક્ત ત્રાસ

એક તરફ પીજીવીસીએલ મેન્ટેનન્સના નામે વીજકાપ રાખે તો બીજી તરફ જેટકો પણ અલગથી કાપ રાખે જેટકોની તો જોહુકમી એવી કે સવારથી કાપ રાખવો છે,તે આગલી રાતે ઓચીંતુ નક્કી કરે અને તેને પુછવાવાળુ ય કોઇ નહી અને લાખો લોકો વારંવાર હેરાન થાય આ સ્થિતિ શહેરો અને ગામડાઓ બંનેમા છે.પીજીવીસીએલની જેમ જ જેટકો પણ કરોડોની કિંમતના  મટિરિયલના હેરફેર અને કોન્ટ્રાક્ટમા નાણા બરબાદ કરીને સ્થાયી અને પુરતો વીજપુરવઠો આપી શકતુ ન હોય બંને વિભાગની તમામ કાર્યવાહીના પ્રજાજનોએ હિસાબ માંગવાનો જવાબ લેવાનો અને અનેક  બાબતો જે ચોંકાવનારા ખેલ છે,તેના પર્દાફાશનો સમય  પાકી ગયાનુ જુદી-જુદી ગ્રાહક હિતની સંસ્થાઓનો અભિપ્રાય છે.