ભાટીયા આઉટપોસ્ટમા કોણ ધોકા આટી ગયું.? 

આજે સવારની ઘટના

ભાટીયા આઉટપોસ્ટમા કોણ ધોકા આટી ગયું.? 

Mysamachar.in-દેવભૂમિ-દ્વારકા:

આમ સામાન્ય રીતે તો પોલીસ સ્ટેશનમા આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવા પોલીસ ધોકા આટે...પરંતુ આજે સવારના સુમારે દ્વારકા જિલ્લાના ભાટીયા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમા કોઈ અજાણ્યા શખ્સે ધોકાથી પોલીસ સ્ટેશનના દરવાજાના કાચ તોડી નાશી છૂટ્યાની ઘટના સામે આવતા પોલીસની આબરૂના લીરા તો ઊડ્યાં જ પણ પોલીસને ધોળા દિવસે પડકાર ફેકવામાં આવ્યો હોય તેવી આ ઘટના ભાટીયાની ભરબજારમાં આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં બનતા ચકચાર જાગી છે.