હાર્દિક પટેલના જામનગર જીલ્લામાં વધી રહેલા આટાફેરા શું સૂચવે છે.?

પબ્લિક હૈ સબ જાનતી હૈ...

હાર્દિક પટેલના જામનગર જીલ્લામાં વધી રહેલા આટાફેરા શું સૂચવે છે.?

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામાં લોકસભાની ચૂંટણી જેમ‌ જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ રાજકીય માહોલમાં ગરમાવો પણ આવી રહ્યો છે. તેવામાં ગુજરાત પાસના કન્વીનર હાર્દિક પટેલના જામનગર જિલ્લામાં વધી રહેલા આટાફેરાથી નવા સમીકરણો રચાઇ રહ્યાની ચર્ચાઑ હાલારમાં જોર પકડ્યું છે અને આ બેઠકમાં કંઈક નવાજૂની કરવાના આશયથી હાર્દિક પટેલ બેઠકોનો શરુ કરતા ભારે હલચલ મચી છે,

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે તાજેતરમાં જ ઠેબા ચોકડી ખાતે હાર્દિક પટેલની જાહેર સભા હતી જેમાં ખેડૂત સંમેલનનું નામ આપવામાં આવ્યું હતું. પરંતુ આ સભામાં મોટાભાગે કોંગ્રેસના આગેવાનો જ જોવા મળ્યા હતા અને ચર્ચાતી વિગત મુજબ કોંગ્રેસ પ્રેરિત આ સભા હોવાનું મનાઈ રહ્યું છે,

દરમિયાન તાજેતરમાં જ હાર્દિક પટેલ જામનગર ખાતે આકસ્મિક મુલાકાતમાં કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને કાલાવડ ખાતે પણ તેના અધ્યક્ષસ્થાને કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. ત્યારબાદ ફલ્લા ખાતે ગ્રામ્ય વિસ્તાર તેમજ ધ્રોલના કાર્યકરો સાથે બેઠક યોજી હતી અને આવતીકાલે વધુ એક વખત હાર્દિક પટેલ જામનગર ખાતે આવી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

એક વાત એમ પણ છે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડવાનું વિચારી રહ્યો છે પણ ક્યાંથી લડવી તેનું મનોમંથન ચાલી રહ્યું છે અને કદાચ જામનગર બેઠક પરથી હાર્દિક પટેલ ઝૂકાવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ભાજપને નુકશાન પહોંચાડવા ક્યાંકને ક્યાંક આવું થઈ રહ્યું છે.

તેવામાં હવે મતદારો પણ સમજી ગયા છે અને ખેડૂતો પણ ખબર પડી ગઇ છે તેમનું હિત ક્યાં સમાયેલું છે. કોઈ પણ પક્ષ ચાહે કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપે પણ ઉમેદવારોનું ભાવિનો ફેસલો માત્રને માત્ર મતદારોના હાથમાં જ રહેલો છે અને આવનાર ચુંટણીમાં પણ તે વધુ એક વખત સ્પષ્ટ થઈ જશે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.