આ ફોટો જોઈને તમે શું કેહ્શો..?

હે રામ...

આ ફોટો જોઈને તમે શું કેહ્શો..?

mysamachar.in-જામનગર

આજે મહાત્માગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતી છે,ત્યારે તે અનુલક્ષીને સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો નું આયોજન સરકાર થી માંડીને શાળાઓ દ્વારા કરવામાં આવતું હોય છે,ત્યારે આજે જામનગરમાં પણ કેબિનેટમંત્રી જયેશ રાદડિયા ની ઉપસ્થિતિમા અનેક કાર્યક્રમો યોજાયા,..જેમાનો એક કાર્યક્રમ હતો સ્વચ્છતા ઝુંબેશનો..મનપાના પદાધિકારીઓ,અને અધિકારીઓ મંત્રીશ્રી શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાથમાં સાવરણા લઈને સ્વચ્છતાઝુંબેશ માટે નીકળ્યા હતા,પણ પ્રસ્તુત એક તસ્વીર ઘણું બધું કહેવા માટે પુરતી હોય તેમ લાગે છે,ખરેખર સફાઈ જ કરવી હોય તો તેના કોઈ દિવસો કે દહાડા ના હોય એક સફાઈ કામદાર ને ક્યારેક પૂછજો તો ખરા કે કેમ થાય છે સફાઈ....