ખાતાની ફાળવણી અંગે શું બોલ્યા મંત્રી હકુભા જાડેજા

ગાંધીનગર આપ્યું નિવેદન..

ખાતાની ફાળવણી અંગે શું બોલ્યા મંત્રી હકુભા જાડેજા

mysamachar.in-ગાંધીનગર

આજે રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે,ત્યારે તેમાં જામનગર ઉતર બેઠકના ધારાસભ્ય હકુભા જાડેજા નો સમાવેશ કરવામાં આવ્યો છે,અને હકુભાએ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જયારે હકુભાને પૂછવામાં આવ્યું  કે કયું ખાતું આપ પસંદ કરશો..ત્યારે હકુભા જાડેજા એ એક પીઢ રાજકારણીની જેમ જવાબ આપ્યો કે મારી ખાતા ફાળવણી ને લઈને કોઈ ખાસ અપેક્ષા નથી પણ  જે ખાતું મને ફાળવવામાં આવશે તેમાં હું મારી કર્તવ્યનિષ્ઠા થી કામ કરીશ અને મત વિસ્તાર ઉપરાંત રાજ્યની જનતા ના કામો કઈ રીતે વધુમાં વધુ થઇ શકે તેના પ્રયાસો કરીશ..