સ્વચ્છતા સર્વેક્ષણમા શું કર્યું..તો કે લાખોનો ખર્ચ ને ખાધુ પીધુ ને રાજ કર્યુ...

આ આકડા રોચક છે

સ્વચ્છતા સર્વેક્ષણમા શું કર્યું..તો કે લાખોનો ખર્ચ ને ખાધુ પીધુ ને રાજ કર્યુ...

Mysamachar.in-જામનગર:

પ્રજાના નાણા ખર્ચમા જામનગર કોર્પોરેશન પાછુ વળી ને જુએ જ નહિ પછી તે ન્યાયી ખર્ચ છે કે કેમ ? તેની ચિંતા કોણ કરે? અમુક ને તો પગારની રાહ નથી જોવી પડતી એવુ વ્યવસ્થિત ખર્ચના બિલમાંથી કમિશનો ગોઠવેલા છે.તેમ જુદી-જુદી બ્રાંચમા મુકપ્રેક્ષકની જેમ બધા ખેલ જોતા હોય તેવા કર્મચારી ચર્ચા કરતા હોય છે,તો અમુક વેપારીઓ પણ પીડાથી ક્યારેક આવી વાત કોઇ અંગત પાસે ઠાલવતા હોય છે ખર્ચાની જ વાત છે ત્યારે તાજેતરમા સ્વચ્છતા સર્વેક્ષણ થયુ તેમા બેફામ ખર્ચા થયાનુ બહાર આવ્યુ છે.,વળી તેમા કંઇ વળ્યુ નહી પણ ખાધુ પીધુ ને રાજ કર્યુ....તેવુ ચિત્ર ઉપસ્યુ છે  અને મોટાભાગના ખર્ચ કમિશનર કાર્યાલય દ્વારા થયા છે

આ આકડા રોચક છે જેમા જાણના ખર્ચમા જણાવાયુ છે કે સ્વચ્છભારત મિશનના અધીકારીઓની મુલાકાતમા લંચ-ડીનરના ખર્ચ રૂ.૮૧૫૯, તે વખતે કમિશનર કારના ડીઝલના રૂ.૪૫૦૦, ફરીથી કમિશનર કાર ડીઝલ ના રૂ. ૪૦૦૦ ફરીથી આ મહાનુભાવોના લંચ-ડીનરના રૂ. ૮૩૭૯,વળી  બીજા  દિવસે લંચ ડીનરના રૂ ૮૩૭૯,સ્વચ્છતા સર્વેક્ષણ માટે ઓળખ કાર્ડ બુકલેટ છપાવાના અ...ધ...ધ...ધ..રૂ. ૩૦૬૪૨,ફોટોગ્રાફીનો ખર્ચ ૩૦૦૧૨( સીવીલ શાખા,પ્રોગ્રામ વગેરેના ફોટાના ખર્ચ તો અલગ છે) આવા તો અઢળક ખર્ચ સ્વચ્છતા સર્વેક્ષણમા થયાનું સામે આવી રહ્યું છે,

પ્રજાના પૈસે શુ સર્વે કરાવ્યુ?

લોકો પુછે છે કે સરકારમાંથી કોઇ અધિકારી તપાસમા આવે તો સર્કિટ હાઉસ છે,ત્યા જમવાનુ પણ છે,તો કોર્પોરેશને જંગીખર્ચા શા માટે કર્યા અને સર્વે શુ કરાવ્યુ કંઇ વળ્યુ તો નહી કોઇ નવી ગ્રાન્ટ ની ભલામણ ન થઇ   ન કોઇ રોકડ ઇનામ ન મળ્યુ સફાઇ નુ કંઇ માર્ગદર્શન ન મળ્યુ અને એકંદર સફાઇ બાબતે એક ટકો ય સુધારો ન થયો છતા ખાધુ પીધુ ને રાજ કર્યુ...