જામનગર જીલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓ શું ઘરે પણ આવું કરતાં હશે???

વિડીયો પર ક્લીક કરી અને જુઓ,

mysamachar.in-જામનગર:

રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા ઉર્જા બચાવના મોટા  સૂત્રો સાથે બુમબરાડા પાડીને જાહેરાતો કરવામાં આવી રહી છે..ત્યારે રાજ્યના ઉર્જા અને જામનગર જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભ પટેલ ના જિલ્લામાં ઉર્જાનો વ્યય થઇ રહ્યાનું સામે આવી રહ્યું છે..જામનગર જિલ્લા પંચાયતમાં આવેલ તમામ વિભાગોમાં અધિકારીઓ અને કર્મચારીઓ બેદરકારી રાખીને બેફામ વીજળીનો  દૂરઉપયોગ કરતા હોવાનું MYSAMACHAR.INના કેમેરામાં કેદ થઇ જવા પામ્યું છે,

જામનગર જિલ્લા પંચાયતમાં વીજળીનો બેફામ દુરઉપયોગ કરવામાં આવતો હોય તેમ જિલ્લા પંચાયતના મોટા ભાગના વિભાગોમાં બપોરના રીસેસ દરમ્યાન કર્મચારીઓ કે અધિકારીઓ કોઈ ભલે હાજર ના હોય પણ ઓફીસના તમામ લાઈટ,પંખા વગેરે ચાલુ રાખીને કર્મયોગી કર્મચારી જતા રહે છે,આ વાત MYSAMACHAR.IN ને ધ્યાને આવતા 
જિલ્લા પંચાયતના કર્મયોગી કર્મચારી  બેદરકારી રાખીને  પ્રજામાં નાણાં  બગાડ કરતા હોવાનું બહાર આવ્યું છે,અને એવો સવાલ પણ ઉઠવો સ્વાભાવિક છે કે શું કર્મચારીઓ અને અધિકારીઓ પોતાના ઘરે પણ આવું જ કરતાં હશે????

વધુમાં જામનગર જિલ્લા પંચાયતમાં ૩૨ શાખા આવેલ છે,જેમાં મોટાભાગની શાખાઓમાં બપોરના સમયે લગભગ આવી જ સ્થિતિ જોવા મળે છે. અધૂરામાં પુરુ હોય તેમ  જીલ્લા  પંચાયતમાં હાજરી પૂરવાનું ફિંગર ટચ મશીન પણ લગાડવામાં આવેલ છે,તે પણ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં  હોય ગુટલીબાજ કર્મચારીઓને મોજ પડી જવા પામેલ છે,

આમ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉર્જા બચાવ માટે ઉજાલા  યોજનાની વાતો કરે અને ગુજરાત સરકાર દ્વારા ઉર્જા બચાવ માટે જાહેરાત કરીને પ્રજા માટે ઉર્જા બચવા માટે યોજના પણ કાર્યરત હોય ત્યારે સરકારના જ જામનગર જિલ્લા પંચાયતના કહેવાતા કર્મયોગી કર્મચારીઓ ઉર્જાના બેફામ દુરઉપયોગ કરતા જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે.

DDO નું આ મામલે શું કહેવું છે,
જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પરિક એ જણાવ્યું હતું કે,MYSAMACHAR.IN દ્વારા આ મામલે મારૂ ધ્યાન દોર્યું છે, ત્યારેતપાસ કરાવીને કડક સૂચના આપવામાં આવશે,અને  આવું ના થાય તેની તકેદારી પણ રાખવામાં આવશે અને હાજરી પુરવાનું ફિંગરટચ મશીન રીપેર કરવા માટે સૂચના અપાઈ ચુકી હોવાનું જીલ્લા વિકાસ અધિકારી એ અંતે જણાવ્યું હતું.