ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે હાઇકોર્ટમાં કરેલ અરજીનું શું થયું જાણો..

વિસનગર MLA ઓફિસમાં તોડફોડનો મામલો

ચૂંટણી લડવા માટે હાર્દિક પટેલે હાઇકોર્ટમાં કરેલ અરજીનું શું થયું જાણો..

Mysamachar.in-અમદાવાદ:

હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટની સજાનો હુકમ મોકુફ રાખવા હાઈકોર્ટમાં આ અરજી કરવામાં આવી છે. જેને લઈને સુનાવણી પહેલા જ જસ્ટિસ આર.પી ઢોલરીયાએ અરજી નૉટ બીફોર મી કરી દીધી છે. જેને લઈને હવે આ કેસ અન્ય કોઈ જસ્ટિસને ટ્રાન્સફર કરવામાં આવશે.

કાયદાકીય જોગવાઈ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે હાલ તો હાર્દિક પટેલ કાનૂની લડત આપી રહ્યો છે તો બીજી તરફ, ગઈકાલે ગુજરાત આવેલ રાહુલ ગાંધીએ હાર્દિક ચૂંટણી લડશે અને જીતશે તેવું પણ નિવેદન  આપ્યું હતું. આમ હાર્દિકે પણ જે તે સમયે જણાવ્યુ હતું કે કોઈ કાનૂની ગૂંચ ઊભી ન થાય તો જામનગરની બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ હાલ તો કાનૂની કાર્યવાહી બાદ જ ખ્યાલ આવશે કે હાર્દિક ચૂંટણી લડી શકશે કે કેમ..? 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.