જામનગરને મોટુ માત્ર ડેવલપરો માટે જ કર્યુ કે શુ?

લગડી જમીન માટે તો હદ વધારાઇ નથી ને?

જામનગરને મોટુ માત્ર ડેવલપરો માટે જ કર્યુ કે શુ?

Mysamachar.in-જામનગર:

જામનગરની હદ વધીને ૧૩૨ ચો.કી.મી થઇ તેનો હેતુ શુ? તેનાથી ફાયદો કોને? રોડ ટચ જમીન ફાર્મ ખેતર રાખેલા હોય તેવા અમુક  જમીનદારોના લાભ માટે તો હદ નથી વધી ને ? કેમકે એ સિવાય એ કોઇ દિશામા ઉપયોગી બાબત જેવુ લાગતુ નથી, કોર્પોરેશનમા લીમીટેડ સ્ટાફ છે જુના નગરમા પણ પુરી સુવિધા નથી તેમજ લગત અનેક સરકારી વિભાગો પાસે પુરતી સુવિધા અને સ્ટાફ નથી તો પાણી રસ્તા વીજળી સ્ટ્રીટ લાઇટ ગટરબાગ બગીચા તળાવ ફરવાના સ્થળ રીક્રીએશન  સલામતી વ્યવસ્થા સર્વેક્ષણ જેવી કોઇ વ્યવસ્થા થઇ જ નથી, ઉપરથી કોર્પોરેશન તો જાણે આ વિસ્તારો માટે શુ કરે છે તે જ લોકો સમજી શકતા નથી કેમકે આ વિસ્તારોમા પાણીની લાઇન સફાઇ આરોગ્ય સારા રોડ ગટર કે વીજળી અને સ્ટ્રીટ લાઇટ જેવી ફરજીયાત સુવિધા પુરી પાડવા કંઇ કામ જ થયા નથી અથવા તો એકલ દોકલ થયા અગાઉ નગરસીમની કફોડી હાલત રહી હજુ મોટે ભાગે છે જ તેવુ આ નવા ઉમેરાયેલા હદના વિસ્તારોની કફોડી હાલત જેવુ થયુ છે,

-લગડી જમીન માટે તો હદ વધારાઇ નથી ને?
જમીનના ધંધામા તેને ડેવલપ કરવાનો ધીકતો ધંધો હાલ ભલે મંદ હોય પરંતુ ચારેય તરફની દિશામા રોડ ટચ કે સારા લોકેશનની જમીન ધરાવતા અમુક જમીનદારો માટે હદ વધારાઇ હોવાની લોકો શંકા કરે છે, કેમકે નાગરીકોને તો કોઇ સુવિધા ન થઇ ખરેખર મોટા શહેરની સાવ લગતના ગ્રામ્ય વિસ્તારોના લોકોને વધુ કામ ધંધા સુવિધા મળે ગામડા ભાંગતા અટકે અને એકંદર લોકોના જીવન ધોરણ સુધરે તે માટે લગત વિસ્તારો ઉમેરાતા હોય પરંતુ કમનસીબે જામનગરમા ઉમેરાયેલા વિસ્તારના લોકો છ છ વર્ષથી બેહાલ છે.