કાલાવડમાં પૂનમબેન માડમનું ગામેગામ ઉમળકાભેર કરાયું સ્વાગત

અનેક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે

કાલાવડમાં પૂનમબેન માડમનું ગામેગામ ઉમળકાભેર કરાયું સ્વાગત

Mysamachar.in-કાલાવડ:

આજના હાઇટેક યુગમાં પણ પૂનમબેન માડમ ગામડાની સંસ્કૃતિને ભૂલ્યા નથી અને પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન સતત ગ્રામીણ વિસ્તારની પ્રજાના સંપર્કમાં રહ્યા હોવાથી પૂનમબેન માડમની લોકચાહના હજુ પણ બરકરાર છે, કોઈપણ જાતના તાયફા વગર કાલાવડ ખાતે પોતાના પ્રવાસ દરમ્યાન પૂનમબેન માડમ બળદગાડામાં પ્રચાર માટે નીકળી પડતા ખેડૂત વર્ગમાં ખુશી જોવા મળી હતી,

જામનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ તબક્કાવાર  જિલ્લાભરમાં પ્રવાસ દરમિયાન જબરુ લોક સમર્થન મેળવી રહ્યા છે, તેવામાં જામનગર લોકસભાના શિક્ષિત, નિષ્ઠાવાન, લોકસેવક ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના કાલાવડ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન અને કાલાવડ તાલુકાના રણુજા(દેવપુર), મોટા વડાળા, નવાગામ તથા ખરેડી,  કાલાવડ શહેર શહીત તાલુકાઓના ગામોમાં પૂનમબેન માડમના ચૂંટણી સભામાં વિશાળ સંખ્યામાં ભાઈઓ અને બહેનો સ્વયંભૂ ઉપસ્થિત રહી પૂનમબેન માડમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું,પૂનમબેન માડમના કાલાવડ વિસ્તારના આ પ્રવાસ દરમિયાન ક્યાંક સામૈયા તો ક્યાંક ઢોલ નગારા થી તો ક્યાંક બળદગાડામાં બેસાડી ગામડાઓમાં પણ રોડ શો દરમિયાન ગામેગામ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, માહોલ એવો ઊભો થયો હતો કે પૂનમ માડમ ચૂંટણી લડવા નહીં પરંતુ ચૂંટણી જીતીને ગામે ગામ પધારતા હોય તેવી રીતે હરખની હેલી સાથે ઉત્સાહભર્યું સ્વાગત કરાયું હતું અને તાલુકાની તમામ જનતાએ પૂનમબેન માડમને સમર્થન આપી ચૂંટણી કાર્યમાં જોડાવાની સ્વયંભૂ જાહેરાત કરી હતી,

તો કાર્યાલયના ઉદઘાટન અને જીલ્લા પંચાયત સીટ વાઇઝ યોજાયેલ જાહેર સભામાં ઉપસ્થિત અગ્રણીઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના સેવાકીય કાર્યના દોઢ દાયકાથી દરેક સમાજની ઉપયોગી સેવામાં અવિરત સક્રિય રહ્યા છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની અનેક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે,

સાથો-સાથ પૂનમબેન માડમના ટ્રસ્ટના માધ્યમથી ગૌસેવા, ગરબી મંડળ તથા આરોગ્ય સેવા સહીત વગેરે સેવાઓ અવિરત આપી રહ્યા છે જે પણ સર્વવિદિત છે, આજે નર્મદાના નીર ગામડે-ગામડે પહોંચી ગયા છે, જન-ધન યોજનાથી ગરીબોના બેંક ખાતા ખુલ્યા છે, ઉજ્વલા યોજનાથી ગરીબોના ઘરે-ઘરે ગેસ કનેક્શનો મળેલ છે, આરોગ્ય, રોડ-રસ્તાઓ, શાળાઓ તેમજ નેશનલ હાઈવે મથક અને એઈમ્સ જેવી સુવિધા પ્રાપ્ત કરવામાં પુનમબેન માડમનો સિંહ ફાળો છે,

લોકોના કલ્યાણકારી કામોએ પુનમબેનનું ભાથ્થું છે જેથી તેઓની સેવાકીય પ્રવૃતિઓથી તેમજ ગત પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન તાલુકાઓના અનેક વિકાસના કામોમાં સહભાગી થવા બદલ કાલાવડ તાલુકા તેમજ કાલાવડ શહેર સહિત ગ્રામીણ વિસ્તારમાંથી બહોળો ચાહક વર્ગના સમર્થનથી ૧૨-લોકસભા જામનગરના સંસદના ઉમેદવાર પૂનમબેન માડમ આ વખતની ચૂંટણી જંગી જનમતથી જીતશે તેવી કાલાવડ વિસ્તારની જનતાએ ખાત્રી આપી છે, કાલાવડ ચૂંટણીપ્રચાર દરમિયાન ગામેગામથી મળતો જનપ્રતિસાદ જોતા એવું લાગી રહ્યું છે કે પૂનમબેન માડમની જીત નિશ્ચિત હોય તેમ પ્રજામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

કાલાવડમાં પ્રવાસના આ કાર્યક્રમ શહેર ભાજપ ચૂંટણી કાર્યાલય ઉદ્ઘાટન તેમજ કાલાવડ જિલ્લા પંચાયત સીટ વાઈઝ જાહેરસભામાં ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી આર.સી.ફળદુ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ ગાંડુભાઈ ડાંગરિયા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ કશ્યપભાઈ વૈષ્ણવ, રાજેન્દ્રસિંહ જાડેજા, નાનજીભાઈ ચોવટીયા, વલ્લભભાઈ સાંગાણી, પી.ડી.જાડેજા, રાજુભાઈ મારવીયા, ઇન્દુભા જાડેજા, યુવરાજસિંહ જાડેજા, સતુભા જાડેજા, વલ્લભભાઈ રાખોલીયા, જમનભાઈ તારપરા, સંજયભાઈ ડાંગરીયા, જયેશભાઈ વાઘાણી, ધનજીભાઈ નંદાણીયા, મૂળજીભાઈ ધૈયડા, હરિભાઈ જેસડીયા, સતિષભાઈ સાંગાણી સહિતના શહેર, તાલુકાનાં અગ્રણીઓ, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, ગામેગામના સરપંચો, બૂથ સમિતિના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા હોદ્દેદારો, બુદ્ધિજીવીઓ તેમજ ગામેગામના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને ભાજપના ઉમેદવાર પુનમબેન માડમને સમર્થન કર્યું હતું.