ગરમ કપડા કાઢી લેજો, હવામાન વિભાગે કરી છે આવી આગાહી

રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય

ગરમ કપડા કાઢી લેજો, હવામાન વિભાગે કરી છે આવી આગાહી
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

હવે તો દિવાળી માથે આવી અને વરસાદ તો બંધ થવાનું નામ નથી લેતો, મોટા ભાગના લોકોમાં હાલ આ વાતની જ ચર્ચા ચાલી રહી છે, અરબી સમુદ્રમાં સર્જાયેલી વધુ એક સિસ્ટમને કારણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જે પ્રમાણે સોમથી બુધવાર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને જૂનાગઢમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પરંતુ હવે આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણથી ચાર દિવસ રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે, જો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં લો પ્રેશરને કારણે વાવાઝોડું સર્જાઇ શકે છે. આ વાવાઝોડું પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યારબાદ પશ્વિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાની શકયતા છે. આ સિસ્ટમને કારણે કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકશે. દરિયાકાંઠે વરસાદી પવનોને કારણે અને વાદળિયા વાતાવરણને લીધે શિયાળાની અસર શરૂ થઇ જશે. સાથે જ આગાહી કરવામાં આવી છે કે આગામી ત્રણથી પાંચ દિવસ ઠંડા પવનોની ગતિ 40 કિ.મી. પ્રતિકલાક કે તેથી વધુ રહેતાં ઠંડીનું જોર વધશે.