ચેતજો..ફેસબુક I.D. હેક કરી ભેજાબાજ શખ્સ આવું કરતો હતો

રાજકોટ પોલીસને લાગ્યો હાથ

ચેતજો..ફેસબુક I.D. હેક કરી ભેજાબાજ શખ્સ આવું કરતો હતો

Mysamachar.in-રાજકોટ:

સોશ્યલ મીડિયાનું માધ્યમ જેટલું ઉપયોગી છે તેની સામે તેના દુરુપયોગના કિસ્સાઑમાં પણ દિવસેને દિવસે વધારો થતો જાય છે,ત્યારે એક ભેજાબાજ શખ્સએ ફેસબુક આઈ.ડી. હેક કરીને તેમાંથી મોબાઈલ નંબર મેળવી સગાસંબંધી પાસે હોસ્પિટલમાં સારવાર માટે પૈસા માંગતો હતો અને તીનપત્તીની ગેમની રમતના શોખના કારણે પણ ફેસબુક હેક કરી મોટાપાયે છેતરપીંડી આચરતો હોવાના સાઇબર ક્રાઇમના ગુન્હાનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે,

સાઇબર ક્રાઇમ હેઠળ બનેલ છેતરપીંડીના આ બનાવની મળતી વિગત મુજબ રાજકોટ હૂડકો ચોકડી પાસે રહેતા મનોજ પાલીયાનું ફેસબુક હેક કરીને તેમાંથી મોબાઈલ નંબર મેળવીને ભેજાબાજ શખ્સએ મનોજ પાલીયાના સગાસંબંધીને હોસ્પીટલમાં સારવાર માટે પૈસાની જરૂર હોય,તેવા મેસેજ કરીને છેતરપીંડી આચરતા રાજકોટ ભક્તિનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી,

સાઇબર ક્રાઇમના આ ગુન્હાનું પગેરું શોધવા રાજકોટ પોલીસ કામે લાગીને ખેડા જિલ્લાના નેનપુર ગામે દરોડા પાડીને  પ્રિતેશ મહેશભાઇ પ્રજાપતી નામના શખ્સની ધરપકડ કરવામા આવતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે,

રાજકોટ પોલીસને આપેલ કબૂલાતમાં પ્રિતેશએ જણાવ્યુ હતું કે,તે ફેસબુક I.D.માં મોબાઈલ નંબર હોય તે મેળવીને એકાઉન્ટ લોગીન કરી પાસવર્ડ બદલી મેસેંજર દ્વારા મેસેજ કરીને તેમજ ફોન કરીને રૂપિયા પડાવતો હતો,

ઉપરાંત પોતે મોબાઈલમાં આવતી તીનપત્તી ગેમ રમવાનો શોખીન હોય,આ ગેમ ફેસબુકમાં લીંક થયેલ હોય છે,મોટાભાગના યુવકો આ તીનપત્તી રમતના શોખીન હોય,આ ગેમની કેટલી ચીપ્સ છે તેની માહિતી મેળવીને ફેસબુક I.D.ધારકને ટાર્ગેટ કરતો હતો અને અમદાવાદ પોલીસની ઓળખ આપીને એકાઉન્ટ ધારક પાસેથી OTP મેળવીને એકાઉન્ટ હેક કરીને તીનપત્તીની ચીપ્સ મેળવીને તેનું વેંચાણ કરતો હોવાની કબૂલાત આપી છે,

ખેડાના આ ભેજાબાજ પ્રિતેશ પ્રજાપતી નામના શખ્સએ છેલ્લા ૬ માસ દરમ્યાન અંદાજે ૭૦ થી ૮૦ જેટલા ફેસબુક I.D. હેક કરીને ૫૦ થી ૬૦ હજારની છેતરપીંડી કર્યાનું બહાર આવ્યું છે,ઉપરાંત ગુજરાતનાં વિવિધ શહેરમાં અંદાજે ૧ હજાર જેટલા લોકોના ફેસબુક I.D. હેક કરવાનો પ્રયાસ કરેલો હોવાની કબૂલાત આપી છે,

આમ રાજકોટ પોલીસ એક ગુન્હાનો ભેદ ઉકેલવા જતાં સાઇબર ક્રાઇમ હેઠળ બનેલ અસંખ્ય ગુન્હાનો સ્ફોટક ખુલાસો થયો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.