કોરોના વાઇરસથી બચવા માંગો છો.? તો તમારે રાખવું પડશે આ  વાતોનું ખાસ ધ્યાન

અહી આપ્યા છે જવાબો

કોરોના વાઇરસથી બચવા માંગો છો.? તો તમારે રાખવું પડશે આ  વાતોનું ખાસ ધ્યાન

Mysamachar.in-જામનગર:

કોરોના વાયરસ દેશના ખૂણે ખૂણે ખુબ જ જાણીતો થઇ ગયો છે. એ એક એવી ખતરનાક બીમારી થઇ ગઈ છે કે જે લોકોને થાય તે ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે, અને આ વાયરસ એક પ્રકારની જીવલેણ બીમારી થઇ ગઈ છે. આ વાયરસને ચેપી રોગ પણ કહેવાય છે. એના માટે દરેક લોકોએ અમુક ખાસ બાબત ધ્યાનમાં રાખવી ખુબ જ જરૂરી છે, જેથી આ વાયરસથી બચી શકાય અમે તમને જણાવી દઈએ કે આ વાયરસ ક્યાંથી ફેલાયેલો છે. ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલ કોરોના વાયરસે હવે ભારતમાં પણ હાહાકાર મચાવી દીધો છે, કોરોના વાયરસ હવે લોકોમાં વધતો જ જઈ રહ્યો છે. WHO તરફથી કોરોના વાયરસના જે લક્ષણ બતાવવામાં આવ્યા છે, તે સામાન્ય શરદી ઉધરસ સાથે મળતા આવે છે. એવામાં સ્વાસ્થ્ય વિશેષજ્ઞ નો દાવો છે કે અમુક વાતો નું વિશેષ ધ્યાન રાખીને આ વાયરસથી બચી શકાય છે.

-કોરોના વાયરસથી બચવા માટે હાઈજીન (સ્વચ્છતા) બનાવી રાખવી ખુબ જ જરૂરી છે. તમારી આસપાસ સાફ-સફાઈ નું પૂરું ધ્યાન રાખવું. ઉધરસ આવે તે દરમિયાન ટીસ્યુ મોં પર રાખવું અને પછી એને કચરાપેટીમાં ફેંકી દેવું. સમય-સમય પર સાબુ થી હાથ ધોતા રહેવું.

-સારી રીતે હાથ ધોવા માટે સાબુ અથવા સેનેટાઈજર નો ઉપયોગ કરવો. એ પછી હાથો ને લગભગ ૨૦ સેકંડ સુધી સારી રીતે ઘસવા. હાથ ધોઈ ને પછી કોઈ સાફ અને સ્વચ્છ કપડા થી લુછવા અથવા ડ્રાયર થી હાથોને સુકવી લેવા

-ઘર કે ઓફીસમાંથી બહાર નીકળતા સમયે મોં ને માસ્કથી કે સ્વચ્છ કપડાથી એકદમ પેક કરી દેવું.

-બજારમાંથી ખરીદવામાં આવેલા કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થો ને કાચા ન ખાવા. માંસ અથવા લીલી શાકભાજીને ખાતા પહેલા એને સારી રીતે ઉકાળી લેવા

-ઇન્ફેકશન અથવા અજાણી વ્યક્તિ સાથે વધારે સંપર્કમાં આવવાની કોશિશ ન કરવી. કોઈ પણ વ્યક્તિ સાથે હાથ મળાવીને પછી સાબુથી સારી રીતે હાથ ધોવા

-આંખ, નાક અથવા મો પર વારંવાર હાથ લગાવવાથી  સાવધાની રાખવી. જો એવું કરી પણ રહ્યા હોય તો તરત હાથ મોં સારી રીતે ધોઈ લેવા

-જો તમને શરદી, ઉધરસ, તાવ હોય અથવા શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હોય તો જલ્દીથી જલ્દી ડોક્ટર પાસે તપાસ કરાવી લેવી

-આ તબક્કામાં ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું નિયમિત રૂપથી પાલન કરવું

-સરકાર દ્વારા આપવામા આવતી સૂચનાઓ અને લોકડાઉન નું ચુસ્ત પાલન કરી અને બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું ટાળવું.