જી.જી.હોસ્પિટલમાં નિષ્ણાતોની ચોક્કસ દિવસ અને કલાકોની સુવિધા સામે પ્રશ્ન ઉઠાવતા વિક્રમ માડમ 

સરકાર દર્દીઓની મશ્કરી કરી રહી હોવાનો આક્ષેપ..

જી.જી.હોસ્પિટલમાં નિષ્ણાતોની ચોક્કસ દિવસ અને કલાકોની સુવિધા સામે પ્રશ્ન ઉઠાવતા વિક્રમ માડમ 

Mysamachar.in-જામનગર:

ગુજરાત રાજયની સરકારી હોસ્પિટલ પૈકી બીજા નંબરની અને સૌરાષ્ટ્ર-કરછ વિસ્તારની પ્રથમકક્ષાની એવી જામનગરની મેડિકલ કોલેજ સાથેની જી.જી.હોસ્પિટલમાં વર્ષોથી નિષ્ણાંત સજૅન-તબીબોની ખાલી પડેલ હતી. જેના માટે સરકારમાં વારવાર ધ્યાન દોરવામાં આવતું હોવા છતાં સરકારમાં બહારે કાને આ વાત કોઈ સાંભળવા તૈયાર નહોતું,તેમજ ગરીબ દર્દીઓને જરૂરી સારવાર જી.જી.હોસ્પિટલમાં ઉપલબ્ધના હોવાને કારણે ખાનગી દવાખાનાની મોંઘી  સારવાર લેવા મજબુર થઈને જાતા આથવા અત્યંત ગરીબ દર્દીઓ મોતના મુખમાં જતા હતા...

આ પ્રશ્નના નિરાકરણને બદલે સરકાર અને આરોગ્ય વિભાગ જાણે દુખી દર્દીઓની મશ્કરી કરતી હોય કે સરકારે પોતે આહેસન કરતી હોય તે પ્રમાણે નિષ્ણાત સર્જનોની અઠવાડિયાના કોઈ ચોક્કસ દિવસ્ર અને વધુમા વધુ બે થી ત્રણ  કલાક માટે નિમણુક કરી ગરીબ અને આંતરીયાળ વિસ્તારનાં દર્દીઓ ઉપર પડ્યા ઉપર પાટુ મારતા હોય તેમ અને જે હોસ્પિટલમાં રોજની અઢી થી ત્રણ હજારની ઓ.પી.ડી. હોય અને ૮૦૦ દર્દીઓ ઇન્ડોર પેશન્ટ હોય ત્યાં દર્દીઓની મશ્કરી રૂપે નિષ્ણાત ડોક્ટરોની  જ્યાં હજારો દર્દીઓ સારવારનાં વાકે તરફડતા હોય ત્યાં નાટકનાં રૂપમાં નિષ્ણાતોની સેવાઓ ઉપસ્થિત કરેલ હોવાનો આક્ષેપ ધારાસભ્ય વિક્રમ માડમે કર્યો છે,

જ્યાં અત્યંત ગંભીર કહી શકાય તે પ્રકારના કેટલાય દર્દીઓ આવતા હોય ત્યાં ચોક્કસ દિવસે બે થી ત્રણ કલાક માટે સારવામાં આવનાર નિષ્ણાતો શું કરશે,?જેમનાં ઓપરેશન કરવાના હોય,કેટલાય દર્દીઓ વેન્ટિલેટર ઉપર હોય,કોઈ દર્દી દુખનાં તરફડતા હોય,ત્યાં બે કલાક માટે આવેલા નિષ્ણાત,દર્દીનાં દર્દ મટાડવા શું સારવાર કરશે.? દર્દીના દર્દની શું સ્થિતિ છે તેમની શું સારવાર કરવાની છે અને બે કલાક માટેનાં સમય માટે આવેલા નિષ્ણાત શું જોશે...?તેવો વેધક સવાલ પણ ધારાસભ્ય માડમે ઉઠાવ્યો છે,

વધુમાં વિક્રમ માડમે આક્ષેપ કરતાં યાદીમાં જણાવ્યું છે કે  ભાજપ સરકાર રાજ્યમા દર્દીઓ ભલે મરતા હોય તો મરે,પણ હજારો કરોડો જાહેરાતો પાછળ ખર્ચવા છે,જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે નથી પુરા સમયનાં નિષ્ણાત ડોક્ટર આપવા કે નથી હોસ્પિટલમાં સારી દવાઓનો પુરતો જથ્થો આપવો,,.કે નથી પુરતો મેડિકલ સ્ટાફની જગ્યાંઓ ભરવી,ભલેને ગરીબ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં લુટવા માટે ચાલ્યા જાય કે નાં છૂટકે ગરીબીને કારણે મોતને ભેટે.તેવો કટાક્ષ પણ અંતે માડમે કર્યો છે.અને જરૂરી તમામ પાયાની સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવી અને કાયમી તબીબો અને ઘટતા સ્ટાફની નિમણુંક થાય તેવી પણ માંગ કરી છે.

[[post_bottom1]