ખેડૂતોને ખાતર લેવા માટે વિક્રેતાઓ બપોરે ૧ થી ૫ વાગ્યા સુધી ખુલ્લા રહેશે

વહીવટી તંત્ર દ્વારા ફર્ટિલાઇઝર એસોસીએશન સાથે યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણય

ખેડૂતોને ખાતર લેવા માટે વિક્રેતાઓ બપોરે ૧ થી ૫ વાગ્યા સુધી ખુલ્લા રહેશે
file image

Mysamachar.in-જામનગર

જામનગરમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા lockdown ની કડક અમલવારી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોને ખાતર લેવા માટે  પડતી અગવડતાઓને ધ્યાને લઇ તંત્ર દ્વારા તાકીદની અસરથી ફર્ટિલાઇઝર એસો ના હોદ્દેદારો સાથે એક બેઠક યોજી હતી જેમાં ખેડૂતોને ખાતર લેવા માટે વિક્રેતાઓ બપોરે એક થી સાંજના પાંચ વાગ્યા સુધી ખુલ્લા રાખવા નું નક્કી કરવામાં આવ્યું છે,જામનગર શહેર અને જિલ્લામાં lockdown વચ્ચે ખેડૂતોને ખાતર મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાની બાબતો જિલ્લા કલેકટર રવિશંકરને ધ્યાને આવતા તેઓએ

ખેડૂતોની આ સમસ્યા દૂર કરવા માટે તાકીદની અસરથી ફર્ટિલાઇઝર એસોસિએશનના હોદ્દેદારો તથા તેમને સંલગ્ન સંસ્થાઓ ના લોકો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વહીવટીતંત્ર અને વિક્રેતાઓ વચ્ચે લાંબી ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી આ બેઠકમાં ખેડૂતોને ખાતર લેવા માટે તમામ વિક્રેતાઓ બપોરે ૧ થી ૫ વાગ્યા સુધી ખુલ્લા રહેશે તેમજ સોશિયલ distance જાળવવા તેમજ ખેડૂતો એકત્રિત થાય નહીં તેની તાકીદ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી હતી પેસ્ટીસાઈડ તથા ફટીલાઈઝર એસો સાથેની વહીવટી તંત્રની આ બેઠકમાં ખેડૂતોની સુવિધા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો