શિક્ષકોને બિનશૈક્ષણિક કામોમાંથી મુક્તિ સહિતના મુદ્દે સરકારમાં રજૂઆત..

લાંબા સમયથી પડતર છે પ્રશ્નો..

શિક્ષકોને બિનશૈક્ષણિક કામોમાંથી મુક્તિ સહિતના મુદ્દે સરકારમાં રજૂઆત..

mysamachar.in-જામનગર:

ગુજરાત રાજ્ય મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા તાજેતરમાં જ શિક્ષકોના વિવિધ મુદ્દાઓ ને લઈને ગાંધીનગર ખાતે પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા ની આગેવાનીમાં પ્રતિનીધીઓની એક ટીમે નાયબમુખ્યમંત્રી નીતિનપટેલ,શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતને લેખિત અને મૌખિક રજુઆતો કરી છે,

રાજ્ય મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરવામાં આવેલ રજુઆતમાં પ્રાથમિક શિક્ષકોના ઉચ્ચતર પગારધોરણની વિસંગતતા,સીપીએફ કોન્ટ્રીબ્યુશનની બાકી રહેતી ગ્રાન્ટ,શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાં થી મુક્તિ,ચાલુ નોકરીએ મૃત્યુ પામનારના આશ્રિતોને સહાય,અન્ય કેડરના ફિક્સ પગારના કર્મીઓની સાથે વિધાયાસહાયકોને ફિક્સ પગારનો સમયગાળાઓ સળંગ કરી નોકરીમાં ગણવા,મુખ્ય શિક્ષકોની બદલી અને બઢતી ની નીતિ નક્કી કરવા,સહિતના રાજ્યની મનપાના શિક્ષકોને લગત મહત્વના તમામ મુદ્દાઓ પર મંત્રીઓને અવગત કરી રજૂઆત કરવામાં આવી હતી,

સરકાર તરફથી આગામી સમયમાં ઉપરોક્ત પ્રશ્નોના નિવારણ માટે યોગ્ય પગલા લેવામાં આવશે તેવો હકારત્મક પ્રતિસાદ મળ્યાનું અખબારીયાદીમાં જણાવ્યું છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.