હેન્ડ સેનેટાઇઝર નો કરો છો ઉપયોગ તો વાંચી લો આ ટીપ્સ

બાળકોથી પણ દુર રાખવું જોઈએ 

હેન્ડ સેનેટાઇઝર નો કરો છો ઉપયોગ તો વાંચી લો આ ટીપ્સ
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

કોરોના વાયરસની મહામારી એ દસ્તક આપ્યા બાદ આરોગ્ય નિષ્ણાતો વારંવાર હાથોને સ્વચ્છ રાખવાનું સૂચવે છે, જેને પગલે લોકો હેન્ડ સેનેટાઇઝર નો  વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા થયા છે, પણ યોગ્ય જાણકારી વિના ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસથી બચવા માટે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગથી સાવધાની રાખવાની જરૂર છે. તેમાં 75 ટકા સુધી આલ્કોહલ હોય છે જે એક જ્વલનશીલ પદાર્થ છે છે. ત્યારે સેનિટાઈઝરનો ઉપયોગ કરતા સમયે ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ બાબતો કઈક આવી પણ છે.

-રસોડામાં, લાઈટર અને માચીસથી દૂર રાખો
જો હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કર્યો છે તો થોડીવાર માટે રસોઈ ગેસ, લાઈટર, માચીસ અથવા એવી જગ્યાથી દૂર રહેવું જ્યાં આગ લાગવાની સંભાવના વધારે હોય. -કેટલાક હેન્ડ સેનેટાઈઝરમાં આલ્કોહલનું પ્રમાણ ૭૫% હોય છે, તે જ્વલનશીલ હોવાને કારણે ઝડપથી આગને પકડી લે છે. હાથમાં તેને જરૂરી હોય ત્યારે જ લગાવો અને હાથ સૂકાઈ જાય પછી કોઈ કામ કરો. 

- બાળકોને દૂર રાખો
દરેક વસ્તુને સેનિટાઇઝ કરવાની જરૂર નથી.  હાથને સેનેટાઈઝ કરવા, કેમ કે, મોં અને નાક પર આપણે હાથથી સ્પર્શ કરીએ છીએ. તેને બાળકોથી દૂર રાખો. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સેનેટાઈઝરના થોડા ટીપાં પણ બાળક માટે જોખમકારક સાબિત થઈ શકે છે. મોંમાં સેનિટાઈઝર જવાથી માથામાં દુખાવો, બોલવામાં સમસ્યા, ચક્કર આવવા જેવી સમસ્યા થઈ શકે છે. 

-સેનિટાઈઝર ન હોય તો સાબુનો ઉપયોગ કરો
અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ પ્રિવેન્સ પ્રમાણે, વાઈરસથી બચવા માટે એવું સિનિટાઈઝર જરૂરી છે જેમાં ઓછામાં ઓછું 60 ટકા આલ્કોહલ હોય. પરંતુ દર વખતે સેનિટાઈઝરથી જ હાથ સાફ કરવા તે જરૂરી નથી. તમારા હાથને 20 સેકંડ સાબુથી ધોવાથી પણ કોરોનાવાઈરસથી બચી શકાય છે. દુનિયાભરના નિષ્ણાતોએ આ સલાહ આપી છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના એક રિસર્ચ જણાવે છે કે, સેનિટાઈઝર કોરોનાવાઈરસ સામે લડવામાં સાબુ જેટલું અસરકારક નથી. કોરોના વાઈરસની સામે લડવામાં તે સેનિટાઈઝર અસરકાર હશે જેમાં ઓછામાં ઓછું 60% આલ્કોહોલ હશે. 
આમ સેનેટાઈઝર નો ઉપયોગ કરવા સમયે કેટલીક સત્ર્ક્તાઓ રાખવી પણ અનિવાર્ય છે.