જામનગરમાં ટુ-વ્હીલરે કરી આત્મહત્યા.!

જાણો શું છે મામલો...

જામનગરમાં ટુ-વ્હીલરે કરી આત્મહત્યા.!

Mysamachar.in-જામનગર:

કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિક નીયમન અને અકસ્માતો ઘટાડવા માટે નવા નિયમોની અમલવારી કરાવવાની દરેક રાજ્યોને સૂચનાઓ આપી દેવામાં આવી છે, જેના ભાગરૂપે જામનગર સહીત સમગ્ર રાજ્યમાં સોમવાર થી અમલવારી શરૂ થનાર છે, ત્યારે કેટલાય લોકો આ કાયદાને આવકારે છે, તો કેટલાય વિરોધ કરે છે અને કેટલાક લોકો ફેરફાર થાય તેવી આશા રાખે છે,ત્યારે આજરોજ જામનગરના સામાજિક કાર્યકર નિમેષ સીમરીયા દ્વારા સરકારના ટ્રાફીક નિયમના કાયદાનો અનોખો વિરોધ લીમડાલાઈન ખાતે કરવામાં આવ્યો હતો, વિરોધનાં ભાગરૂપે સામાજિક કાર્યકર તથા તેમના મિત્ર વર્તુળ દ્વારા લીમડાલાઈન ખાતે હિટલરશાહી સરકારના ત્રાસથી ગાડીએ આત્મહત્યા કરી છે તેવું બાઇક ઉપર બેનર દર્શાવવામાં આવ્યું હતું.અને ગાડીને સફેદ કપડા અને હાર પણ પહેરાવવામાં આવ્યા હતા તો મેમો ભરવા માટે પ્રજા પાસે રૂપિયા નથી તેથી ફંડ ઉઘરાવીને સરકારના ખિસ્સા ભરવાનો પ્રયાસ કર્યો હતો. ખરેખર  સરકાર સામાન્ય નાગરીકનો વિચાર કે આર્થિક પરિસ્થિતી જાણ્યા વિના નિયમના બહાને બેફામ દંડ વસૂલે છે. સરકારી તિજોરી તથા ભ્રષ્ટાચારી અધિકારીઓનાં ખિસ્સા ભરી રહી છે. આ બાબતે સામાની પ્રજામાં પણ રોષ જોવા મળે છે.