જામનગરથી રાજકોટ અભ્યાસ કરવા ગયેલા બે વિદ્યાર્થીઓ બુલેટચોરીના ગુન્હામાં ઝડપાયા..

જાણો શા માટે ચોરીને રસ્તે ચડ્યા

જામનગરથી રાજકોટ અભ્યાસ કરવા ગયેલા બે વિદ્યાર્થીઓ બુલેટચોરીના ગુન્હામાં ઝડપાયા..
ફાઇલ તસ્વીર

Mysamachar.in-રાજકોટ:

રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલ બુલેટચોરીના ગુન્હાઓને ઉકેલવા માટે પોલીસ મથી રહી હતી, એવામાં અંતે પોલીસને બુલેટચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે અને જામનગરથી રાજકોટ એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા ગયેલ બે વિદ્યાર્થીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસની પ્રાથમિક તપાસમાં  વિદ્યાર્થીઓ પોતાના મોજશોખ પૂરા કરવા બુલેટચોરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, 150 ફુટ રીંગ રોડ પર પાટીદાર ચોક નજીક બે વિદ્યાર્થીઓ પાસે ચોરાઉ બુલેટ છે જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.પોલીસે સ્થળ પર પહોંચી બન્ને વિદ્યાર્થીઓની પુછપરછ કરતા તેને આ બુલેટ ચોરી કર્યા હોવાનું સામે આવ્યું હતું,પોલીસે બન્ને વિદ્યાર્થીઓ પાસેથી ૪ બુલેટ મળી કુલ 3 લાખ ૭૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે,

પોલીસે જાહેર કરેલ વિગતો મુજબ ઝડપાયેલ વિદ્યાર્થીઓમાંથી એક ભરત ચાવડા જામનગરનાં ખોડીયાર કોલોની નો વતની છે જ્યારે આરોપી કુલદીપ કારાવદરા જામનગરનાં સમર્પણ હોસ્પિટલ નજીક રહે છે અને બન્ને રાજકોટની નામાંકિત કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરતાં હોવાનું ખૂલ્યું છે,પણ મોજશોખને પૂરા કરવા ચોરીના વાદે ચડેલા બંને અંતે પોલીસને હાથ લાગ્યા છે,ત્યારે પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી છે.