જામનગર:બે વિધાર્થીનીએ ગળાફાંસો ખાઈ ટૂંકાવી જિંદગી..

આ છે કારણ..

જામનગર:બે વિધાર્થીનીએ ગળાફાંસો ખાઈ ટૂંકાવી જિંદગી..
Demo Picture

Mysamachar.in-જામનગર:

ભાર વિનાના ભણતર ની વાતો વચ્ચે જામનગર જિલ્લામાં બે વિદ્યાર્થીનીઓએ આપઘાત કરી લેતા પરિવારોમાં માતમ છવાઈ ગયો છે, જેમાં મેઘપર નજીક આવેલ કોલોનીમા વસવાટ કરતી મિરલબા હેમતસિંહ પિંગળ નામની ૧૭ વર્ષીય વિદ્યાર્થીની ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હોય અને નાપાસ થતા સતત ઉદાસીમાં રહેતી હોય તેણીને નાપાસ થવાનું કારણ મનમાં લાગી આવતા ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે, જયારે બીજા બનાવમાં શહેરના સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતી ભવ્યતા કેતનભાઈ મકવાણા નામની વિદ્યાર્થીની પણ ધ્રોલ ખાતે રહી બીએસસીમાં અભ્યાસ કરતી હોય અને અભ્યાસમાં નબળી હોવાના કારણે પરીક્ષામાં નિષ્ફળ જવાની બીકે તેણીએ પણ ગળાફાંસો ખાઈ જિંદગી ટુંકાવી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.