દિવાળી પહેલા આ બેંકોના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર

બે બેંકોએ લીધો આવો નિર્ણય

દિવાળી પહેલા આ બેંકોના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર
ફાઇલ તસવીર

Mysamachar.in-જામનગરઃ

દિવાળી એટલે ખુશીનો તહેવાર, એમાય જો તમને ગિફ્ટ મળે તો આ ખુશી બેવળાઇ જાય છે. આવું જ બન્યું છે SBI અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સના કર્મચારીઓ સાથે. આ બેંને બેંકોએ દિવાળીના તહેવારને ધ્યાને રાખી પોતાના લાખો કર્મચારીઓને ખાસ ભેટ આપવાનું નક્કી કર્યું છે. બંને બેંકો પોતાના કર્મચારીને દિવાળી ભેટ તરીકે રૂપિયા એક હજારની મીઠાઇ,ડ્રાઇફ્રૂટ,ચોકલેટ આપવાની જાહેરાત કરી છે. આ અંગે બેંકોએ નોટિફિકેશન જાહેર કરી જણાવી દીધું છે કે દિવાળી પહેલા તમામ કર્મચારીઓને આ ભેટ આપી દેવામાં આવે. નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો કે કોઇપણ કર્મચારીને ભેટની જગ્યાએ રોકડ રકમ આપવામાં આવશે નહીં. આ દિવાળી ભેટનો ખર્ચ નાણાકીય વર્ષ 2019-20 માટે સ્ટાફના ભંડોળમાંથી વાપરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓરિએન્ટલ બૅન્ક ઑફ કોમર્સનો બીજા ક્વાર્ટરમાં કુલ નફો 126 કરોડ રૂપિયા રહ્યો છે.