દારૂબંધી નો સખ્ત અમલ,બે પોલીસમેન નશાની હાલતમાં ઝડપાયા...

આ મામલા એ જામનગરમાં સારી એવી ચર્ચાઓ જગાવી છે..

દારૂબંધી નો સખ્ત અમલ,બે પોલીસમેન નશાની હાલતમાં ઝડપાયા...

જામનગર:હાલ રાજ્યમાં દારૂબંધી નો અમલ સરકાર દ્વારા કડકાઈ થી કરાવવામાં આવી રહ્યો છે..અને દારૂબંધી ને લઇ ને રાજ્યમાં અલ્પેશ ઠાકોર,હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી જેવા નેતાઓ પણ સક્રિય થયા છે...એવામા દારૂબંધીની કડક અમલવારી થાય તે જોવાની સૌથી પહેલી ફરજ પોલીસવિભાગની છે..પણ જો પોલીસ જ ડમડમ હાલતમાં મળી આવે તો...

અહી વાત છે ગતરાત્રીના જામનગર જીલ્લાના સમાણા રોડ પર નારણપુર ગામ નજીકની...જ્યાં રાત્રીના એલસીબી પીએસઆઈ સહિતનો સ્ટાફ નાઈટરાઉન્ડ પેટ્રોલિંગ મા હતા..તે દરમિયાન આ રોડ પર સામેથી આવી રહેલ સ્વીફ્ટ કારને રોકીને તપાસ કરતાં અંદર બે શખ્સો નશો કરેલ હાલતમાં હોય તેવું લાગતા તેની પૂછપરછ કરવાતા સામે આવ્યું કે સ્વીફ્ટ કારમાં નશો કરેલ હાલતમાં રહેલ શખ્સો બને જામનગરના સીટી સી ડિવીજન પોલીસમથક ના પોલીસકર્મીઓ જયરાજસિંહ અને મહેન્દ્રસિંહ હોવાનું સામે આવતા એલસીબીએ બે પોલીસકર્મી અને પાછળ બાઈકમાં આવી રહેલ અન્ય એક શખ્સ એમ કુલ ત્રણ ઇસમો સામે પંચકોશી બી ડિવીજન પોલીસ મથકમાં ગુન્હો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે..આમ પોલીસકર્મીઓ જ નશો કરેલી હાલતમાં ઝડપાઈ જતા આ મામલા એ જામનગરમાં સારી એવી ચર્ચાઓ જગાવી છે...