નેશનલ ઈન્ટેલીજન્સ બ્યુરોના ઓફીસરની ઓળખ આપવી આ બે શખ્સોને પડી ભારે..

જાણો કેમ ફૂટ્યો ભાંડો.?

નેશનલ ઈન્ટેલીજન્સ બ્યુરોના ઓફીસરની ઓળખ આપવી આ બે શખ્સોને પડી ભારે..

Mysamachar.in-જામનગર:

“અમે નેશનલ ઈન્ટેલીજન્સ બ્યુરો ના ઓફિસર છીએ અને અમારે લોકસભાનો ખાનગી રીપોર્ટ તૈયાર કરીને  સરકારમાં સુપ્રત કરવાનો છે”આ વાક્યો છે,જામનગર LCBએ ઝડપી પાડેલા બે શખ્સો રક્ષિત શેઠ અને આશિષ દોશીના..આ બંને શખ્સો કોઈ સરકારી અધિકારી ના હોવા છતાં સરકારી અધિકારીની ઓળખ કલેકટર ઓફિસમાં આપતા તેનો ભાંડાફોડ થયો છે,

વાત એવી છે કે ગત ૨૨ એપ્રિલના રોજ જામનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય ખુફિયા બ્યુરોના અધિકારી હોવાની ઓળખ આપી ચુંટણી દરમિયાન મતદાન મથકમાં પ્રવેશવા અંગેના પાસ મેળવવા માટે અને આ પાસ મેળવ્યા બાદ ખાનગી અહેવાલ સરકારમાં સુપ્રત કરવાનું કલેકટર કચેરીના સ્ટાફને જણાવેલ જેથી કલેકટર ઓફીસના સ્ટાફને બને ઇસમો પર શક્ પડતા આ અંગેની જાણ જામનગર સ્થાનિક ગુન્હા શોધક શાખાને કરવામાં આવતા સાચા ઓફિસરો અને સ્ટાફ કલેકટર કચેરી ખાતે પહોચી ચુક્યા હતા,અને જ્યાંથી રક્ષિત શેઠ અને આશિષ દોશી નામના બને ઇસમોને LCB ખાતે લાવી અને તેની પૂછપરછ કરતાં તે કોઈ સરકારી અધિકારી ન હોવાનું સામે આવ્યું હતું,અને પોલીસે ઝડપાયેલા શખ્સોના કબજામાંથી ચીફ ઇન્વેસ્ટિગેશન ઓફિસર ગુજરાત સ્ટેટ નેશનલ ઈન્ટેલીજન્સ બ્યુરો,સિક્કા અને અલગ અખબારી સંસ્થાઓના આઈકાર્ડ પણ પોલીસે કબજે કરી બને ઇસમો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી અને તપાસ હાથ ધરી છે.

આ સાથે જ જામનગર LCB દ્વારા આ બન્ને ઇસમોએ સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી કોઈ વ્યક્તિ સાથે છેતરપીંડી,વિશ્વાસઘાત કરેલ હોય તો તેવી વ્યક્તિએ પોલીસનો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો છે.