“માં” કાર્ડ કાઢી આપવા ૨૫૦ રૂપિયાની લાંચ લેતા બે ઝડપાયા

ACBની સફળ ડિકોય ટ્રેપ

“માં” કાર્ડ કાઢી આપવા ૨૫૦ રૂપિયાની લાંચ લેતા બે ઝડપાયા

Mysamachar.in-કચ્છ:

જરૂરિયાતમંદ લોકો સરકાર તરફથી આરોગ્યલક્ષી સારવાર માટે મળતું “માં” કાર્ડ કઢાવતા હોય છે અને આ કાર્ડ સરકાર તરફથી યોગ્ય ધારાધોરણ ધરાવતા લોકોને કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના વિનામૂલ્યે કાઢી આપવામાં આવે છે,એવામાં આરોગ્યલક્ષી આ કાર્ડ કઢાવવા પણ બે કરાર આધારિત કર્મચારીઓને લાંચ લેવાનું સુજતા ACBએ ડિકોય ટ્રેપ કરી અને એક જાગૃત અરજદારનો સહકાર મેળવીને બંનેને ઝડપી પાડ્યા છે.

"માં/માં વાત્સલ્ય" યોજના નોંધણી કેન્દ્ર, રામબાગ સરકારી હોસ્પિટલ, આદીપુર, ગાંધીધામ ખાતે એક અરજદાર આ કાર્ડ કઢાવવા માટે ગયા હતા, ત્યારે કરાર આધારિત બે કર્મચારીઓ નીરજ કામાણી, મનોજ મિશ્રા જે કાર્ડ નિશૂલ્ક બનાવી આપવાના હોય છે,તેના બદલે લાભાર્થીઓને "માં" કાર્ડ બનાવી આપવાની અવેજીમા લાંચ લેતા હોવાની માહિતીને આધારે આજરોજ લાંચના ડિકોય છટકાનું આયોજન ACB દ્વારા કરાતા બંને આક્ષેપિતોએ એકબીજાના મેળાપીપણામાં "માં" કાર્ડ બનાવી આપવાની અવેજીમાં એક જાગૃત નાગરીક પાસે થી રૂ. ૨૫૦/-ની લાંચની માંગણી કરી સ્વીવકારતા ઝડપાઇ ચૂક્યા છે.