સૌરાષ્ટ્રમાં ચીલઝડપ કરતી ગેંગના બે શખ્સો ઝડપાયા

૭ ગુન્હાઓનો ઉકેલાયો ભેદ

સૌરાષ્ટ્રમાં ચીલઝડપ કરતી ગેંગના બે શખ્સો ઝડપાયા
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-રાજકોટ:

સમગ્ર સૌરાષ્ટ્રમાં ચીલઝડપના ગુન્હાઓને અંજામ આપી તરખાટ મચાવનાર કુખ્યાત ચીખલીગર ગેંગના બે શખ્સોને ઝડપી પાડવામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે,શહેર ક્રાઈમ બ્રાન્ચે સૌરાષ્ટ્રભરમાં ચીલઝડપ કરતા 2 આરોપીની ૩ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાય સમયથી ચીલઝડપની વધી રહેલી ઘટનાઑને અંજામ આપતી ગેંગ પોલીસને હાથ લાગતાં ૭ ગુન્હાઓનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે,જ્યારે રીમાન્ડ દરમ્યાન વધુ ગુન્હાઓનો પણ ભેદ ઉકેલાય તેવી પોલીસને આશા છે.ગેંગના બે શખ્સો ઝડપાયા છે,જ્યારે એક આરોપી પોલીસ પકડથી દૂર છે. આ આરોપીઓ બાઈકની પણ ચોરી કરતાં હતા. ચીખલીગર ગેંગના રાજાસિંગ અને શક્તિસિંગ પાસેથી પોલીસે ૩,૧૭,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓએ રાજકોટ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ચિલઝડપની ઘટનાને અંજામ આપ્યો છે.