Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના કાલાવડના નવાગામમાં જમનભાઈ સાવલિયાની વાડીએ કામ કરતા માતાપિતા સાથે કાજલ પ્રવીણ બરજોડ નામની કિશોરી પણ ગઈ હતી, દરમિયાન કાજલ વાડીમાં આવેલ કુવામાં અકસ્માતે પડી જતા નીલેશ મુકેશ ચારેલ નામનો યુવક પણ સગીરાને બચાવવા માટે કુવામાં કુદ્યો હતો, પણ બન્ને કુવામાંથી કલાકો સુધી બહાર ના આવતા ગ્રામજનોએ મહેનત કરી બન્નેને કુવાની બહાર બેભાન હાલતમાં કાઢી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડ્યા હતા, જ્યાં કિશોરી અને યુવક બન્નેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ શરુ કરી છે.