જાનની લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, બેનાં મોત

કટરની મદદથી મૃતદેહો બહાર કઢાયા

જાનની લકઝરી બસ અને બે ટ્રક વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, બેનાં મોત

Mysamachar.in-વડોદરાઃ

વડોદરામાં નેશનલ હાઇવે પર રાત્રીના 3 વાગ્યે જાનની બસ અને બે ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ગમખ્વાર અકસ્માતમાં બસના ક્લિકર અને ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે બસમાં સવાર 23 જેટલા જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. અકસ્માત નજરે જોનારાઓના જણાવ્યા પ્રમાણે કોટન ભરેલા ટ્રકને ટ્રેલરે પાછળથી ટક્કર મારી હતી. આ દરમિયાન ટ્રકની પાછળ આવતી જાનની લક્ઝરી બસ ધડાકાભેર ટ્રકમાં ઘૂસી ગઇ હતી. અકસ્માતમાં બસનો આગળના ભાગનું પડીકું વળી ગયું હતું. ઘટનામાં લકઝરી બસનાં ડ્રાઇવર મહિસાગરનાં રહેવાસી સહદેવભાઇ રબારી તેમજ લકઝરી બસના ક્લિનરનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બાદમાં ફાયર અને પોલીસ સ્ટાફ દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર અર્થે ખસેડ્યા હતા. તો અકસ્માત બાદ ડ્રાઇવર અને ક્લિનરના મૃતદેહને કટરની મદદથી બસનો આગળનો ભાગ કાપી બહાર કાઢવાની ફરજ પડી હતી. અકસ્માતને કારણે રાતે ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. હરણી પોલીસ ઘટના સ્થળે આવીને ટ્રાફિકને કાબુમાં કર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.