ખાળકૂવામાં પડી જતાં ૨ બાળકોના મોત...

જાણો ક્યાની ઘટના...

ખાળકૂવામાં પડી જતાં ૨ બાળકોના મોત...

Mysamachar.in-છોટાઉદેપુર:

હજુ થોડા દિવસો પૂર્વેજ વડોદરામાં ખાળકૂવાની સફાઈ કરતી વેળાએ ૭ જેટલા સફાઈ કામદારોની મોતની ઘટના નજર સમક્ષ છે,ત્યાજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલા કદવાલ ગામે ખુલ્લા ખાળકૂવામાં પડતા બે બાળકોના મોત થયા છે,ઘર પાસે રમી રહેલા બે બાળકો અચાનક ખાળકૂવામાં ખાબક્યા હતા.મૃતક બાળકો પૈકીના એક બાળકની ઉંમર ૭ વર્ષ અને બીજા બાળકની ઉંમર ૩ વર્ષ છે,

બાળકો ઘરની નજીક શૌચાલયના ખાળકૂવામાં પડી ગયા હતા.પરિવારજનોએ બાળકો ઘરની આસપાસ ન દેખાતા તેમની તપાસ હાથ ધરી હતી,પરંતુ જ્યારે બાળકો ન મળતા ખાળકૂવામાં તપાસ કરી હતી,તેમાંથી બાળકો મળી આવ્યા હતા.બાળકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા,જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતક ૭ વર્ષના હરેશ બારીયા અને પરેશ બારીયા બંને એક જ પરિવારના હોવાનું સામે આવી રહ્યું છે.