દરેડમા આવેલા કારખાનામાંથી બે બાળ શ્રમયોગીઓને બાળ મજૂર પ્રથામાંથી મુક્ત કરવાયા..
માલિક વિરુદ્ધ ગુન્હો નોંધાયો..

Mysamachar.in-જામનગર:
જિલ્લા કલેકટર જામનગરના અધ્યક્ષપદ હેઠળ રચાયેલ ટાસ્ફ ફોર્સ કમિટીના સભ્ય જી.એચ.સિંધાવતા સરકારી શ્રમ અધિકારી,ડી.ડી.રામી સરકારી શ્રમ અધિકારી તથા શોપ ઇન્સ્પેકટર સમાજ સુરક્ષા અધિકારી સામાજીક સંસ્થાઓના અધિકારીઓ દ્વારા જી.આઇ.ડી.સી. ફેઝ-૨દરેડ ખાતે બાળ શ્રમયોગીઓને બાળ મજૂરી પ્રથામાંથી મુક્ત કરાવવાનું આયોજન કરવામાં આવેલ હતું,..ઉક્ત રેઇડની કામગીરી દરમિયાન એફ.કે.ઇલેકટ્રોપ્લેટર્સ, પ્લોટ નં.૪૯ જી.આઇ.ડી.સી. ફેઝ-૨, દરેડ જામનગરના ઇલેક્ટ્રોપ્લેટિંગની કામગીરી કરતા કારખાનામાંથી બે બાળ શ્રમયોગીઓને બાળ મજૂર પ્રથામાંથી મુક્ત કરવામાં આવેલા છે.મુક્ત કરાયેલા બાળ શ્રમયોગીઓને ઓબ્ઝર્વેશન હોમમાં સુપ્રત કરવામાં આવેલ તેમજ કારખાનાના માલિક વિરુદ્ધ ગુન્હો પણ દાખલ કરાવવામાં આવ્યો છે.