પૂરપાટ ઝડપે આવતા વાહને ત્રણ પદયાત્રીને અડફેટે લીધા, બેનાં મોત

વહેલી સવારે બની ઘટના

પૂરપાટ ઝડપે આવતા વાહને ત્રણ પદયાત્રીને અડફેટે લીધા, બેનાં મોત

Mysamachar.in-ભરૂચઃ

સુરતથી ભાવનગર જઇ રહેલા ત્રણ પદયાત્રીઓને ભરુચ પાસે નેશનલ હાઇવે નંબર-48 પર અજાણ્યા વાહન ચાલકે ઠોકર મારી હતી. જેમાંથી બે પદયાત્રીના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક યાત્રીને ગંભીર ઇજા પહોંચી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્ટાફ પહોંચી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના આજે  વહેલી સવારે બની હતી, જેમાં પદયાત્રીઓ સુરતથી ભાવનગર નેશનલ હાઇવે નં-48 પર જઇ રહ્યાં હતા, આ દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા વાહને 3 પદયાત્રીઓને અડફેટે લીધા હતા. ગંભીર ઇજાને કારણે બે પદયાત્રીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચી છે. વાહન ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહન ચાલક કોણ હતો અને ક્યાંથી આવતો હતો તેની શોધખોળ આદરી છે.